નવી દિલ્હી: રણજી ટ્રોફીને સત્ર 2019-20માં નવી ચેમ્પિયન ટીમ મળી છે. સૌરાષ્ટ્રની ટીમેે પ્રથમ વખત રણજી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. સૌરાષ્ટ્રની આ જીતમાં સૌથી મોટું યોગદાન કેપ્ટન જયદેવ ઉનડકટનું રહ્યું છે. તે આ વખતની રણજી ટ્રોફી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.
ઉનડકટે સૌરાષ્ટ્રને પ્રથમ વખત રણજી ટ્રોફી અપાવ્યા બાદ કહ્યું કે, મારી અંદર હજુ પણ ભારતીય ટીમમાં પરત ફરવાની ઈચ્છા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માનું કહેવું છે કે, જયદેવ ઉનડકટને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.