ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફિટનેસ પ્રત્યે વિરાટ કોહલીના અભિગમે બાંગ્લાદેશને સૌથી વધુ અસર કરી: તમિમ ઇકબાલ - ક્રિકેટ ન્યૂઝ

બેટ્સમેન તમિમ ઇકબાલે કબૂલ્યું હતું કે, તેની ફિટનેસ પ્રત્યેની માનસિકતા ખોટી હતી. જ્યારે તે કોહલીને પ્રેક્ટીસ કરતા જુએ છે, ત્યારે તે શરમ અનુભવે છે.

વિરાટ
વિરાટ

By

Published : Jun 2, 2020, 8:04 PM IST

ઢાંકા: ભારતીય ટીમની ફીટનેસ માટે કેપ્ટન વિરાટ કોહલીને ક્રેડિટ આપવામાં આવી છે. બાંગ્લાદેશના બેટ્સમેન તમિમ ઇકબાલના મતે કોહલીનો પ્રભાવ ભારત સુધી સીમિત નથી. તે અન્ય ટીમ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે.

ઈકબાલે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ફિટનેસને લગતા બદલાવની શરૂઆત થઈ, તેનાથી બાંગ્લાદેશ પર સૌથી વધુ અસર પડી છે.

આગળ વાત કરતાં જણાવે છે કે, મારી અને કોહલીની ઉંમર સરખી છે. પરંતુ હું જ્યારે તેને પ્રક્ટિક કરતાં જોઉ છું ત્યારે શરમ અનુભવું છે.

બેટ્સમેને કબૂલ્યું હતું કે, તેની ફિટનેસ પ્રત્યેની માનસિકતા ખોટી હતી. "રમતનો શારીરિક ભાગ કેટલો મહત્વપૂર્ણ છે. તે સમજવા માટે અમને લાંબો સમય લાગ્યો. છેલ્લા 3-4-વર્ષોમાં, અમે સમજવા લાગ્યા કે આપણે પૂરતા ફિટ રહેવાની જરૂર છે.

તમિમે કહ્યું કે, બાંગ્લાદેશના ખેલાડીઓ પૈકી વિકેટકીપર અને પૂર્વ ટેસ્ટ કેપ્ટન મુશફિકુર રહીમ ફિટનેસ માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details