- આજે વિરાટ કોહલીનો જન્મદિવસ
- BCCIએ પાઠવી જન્મદિવસની શુભકામના
- સચિને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: આજે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો 32મો જન્મદિવસ છે. કોહલી ક્રિકેટના મેદાન પર પોતાના આક્રમક અંદાજને લઇને ખૂબ જાણીતો છે. તેમની સાથે તે આક્રમક બેટિંગ માટે પણ ઓળખાય છે. વિરાટે ક્રિકેટના મેદાન પર ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય કેપ્ટન છે. 5 નવેમ્બર 1988માં જન્મેલા વિરાટ કોહલીએ 19 વર્ષની ઉંમરમાં શ્રીલંકાના દામ્બુલામાં ક્રિકેટની શરૂઆત કરી હતી.
વનડે ક્રિકેટમાં બનાવ્યા 11 હજારથી વધુ રન
ભારત માટે 86 ટેસ્ટ, 248 વનડે ઈન્ટરનેશનલ અને 82 T-20 ઈન્ટરનેશનલ મેચ રમનારા કોહલીએ સમગ્ર દુનિયામાં પોતાની પ્રતિભા બતાવી છે. વનડે ક્રિકેટમાં તેમણે 11,000થી વધુ રન બનાવ્યા છે.
BCCI એ પણ કોહલીને જન્મદિવસની શુભકામના પાઠવી