સેમરશ અભ્યાસ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામે આવેલા ડેટા અનુસાર, એક મહિનાની અવરેજ પર કોહલીને 17.6 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે, અન્ય ખેલાડીઓ ક્રમશ: 9.59, 7.33, 4.51, 3.68 અને 3.48 લાખ વખત સર્ચ થયાં હતાં. સૌથી મહત્વની વાત એ છે કે, સ્ટીવ સિમ્થ, અબ્રાહમ ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ સિવાય ટોપ-10માં માત્ર ભારતીય ખેલાડીઓ છે.
ઈન્ટરનેટની દુનિયામાં 'વિરાટ' રેકોર્ડ, સૌથી વધુ સર્ચ થયો કોહલી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ડિસેમ્બર- 2015થી લઈ ડિસેમ્બર-2019 સુધી ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારો ભારતીય ક્રિકેટર બન્યો છે, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા અને યુવરાજ સિહનો નંબર છે.
etv bharat
ઇન્ટરનેટની એક સ્ટડીના ડેટા બહાર આવ્યાં છે, પરંતુ સૌથી વધુ સર્ચ થનારી ટીમની વાત કરવામાં આવે તો ઈગ્લેન્ડે ભારતીય ટીમને માત આપી છે. ઈગ્લેન્ડ ટીમ 3.51 લાખ વખત સર્ચ થઈ છે, જ્યારે ભારતીય ટીમને 3.09 લાખ વખત સર્ચ કરવામાં આવી છે.