ગુજરાત

gujarat

ETV Bharat / sports

સોશિલય મીડિયામાં કોહલીનો "લોક ડાઉન લુક" થયો વાયરલ - virat kohli lockdown look gone viral on social media

સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ફોટો વાઇરલ થઇ રહ્યોં છે જેમાં તેનો લોકડાઉનનો ચહેરો સામે આવી રહ્યોં છે. ફોટોમાં તેના વાળ અને દાઢી વધારે હોય તેવી દેખાઇ રહી છે.

વિરાટ કોહલીનો ન્યુ લુક આવ્યો સામે, સોશિલય મીડિયામાં ફેન્સે લગાવી બોછાર
વિરાટ કોહલીનો ન્યુ લુક આવ્યો સામે, સોશિલય મીડિયામાં ફેન્સે લગાવી બોછાર

By

Published : Jul 12, 2020, 7:21 PM IST

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું લોકડાઉન લુક હાલમાં જ સામે આવ્યું હતું. ત્યારબાદ ભારતીય કેપ્ટન કોહલીનો લુક પણ સામે આવ્યો છે. ફેન્સ દ્વારા શેર કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોહલીનો નવો લુક દેખાઇ રહ્યો છે. આ ફોટો દર્શકોને ઘણો પસંદ આવ્યો છે.

આ ફોટોમાં વિરાટની દાઢી વધેલી નજરે આવે છે. 31 વર્ષીય કોહલીના વાળ પણ વધી ગયા છે. તે આ દિવસોમાં તેની પત્નિ અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં પોતાના ઘરે છે.

ઉલ્લેખનિય છે કે કોહલી આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તે કેટલીક વખત લાઇવ પણ આવે છે. ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરે છે. એટલું જ નહી તે હાલમાં જ હાર્દિક પંડ્યાની એક ચેલેન્જને પુરી કરતા પણ નજરે ચડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details