ગુજરાત

gujarat

ETV Bharat / sports

સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂમાં સતત ત્રીજા વર્ષે 'વિરાટ' ટોપ પર, સલ્લુ-SRK પણ પાછળ - અમેરિકાની ગ્લોબલ એડવાઈઝરી ફર્મ એન્ડ ફેલ્પ્સ

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ભારતીય સિલેબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ મામલે ફરી એક વખત ટોપ પર રહ્યો છે. કોહલી સતત ત્રીજા વર્ષ આ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર રહ્યો છે.

etv bharat
etv bharat

By

Published : Feb 6, 2020, 3:06 PM IST

નવી દિલ્હી: રન મશીન વિરાટ કોહલી માત્ર ક્રિકેટ મેદાનમાં જ નહીં, પરંતુ બિઝનેસ મામલે પર સુપરહીટ છે. બેટિંગ અને કેપ્ટનશિપના તમામ રેકોર્ડ પોતાને નામ કરનાર કોહલીએ 'ભારતીય સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ' મામલે દિગ્ગજ અભિનેતાઓને પણ પાછળ છોડી દીધા છે અને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે.

ખેલાડીઓ

અમેરિકાની ગ્લોબલ એડવાઈઝરી ફર્મ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન US ડોલર (અંદાજે 1690 કરોડ રૂપિયા) સુધી પહોચી છે. રોચક વાત તો એ છે કે, લિમિટેડ ઓવરના કેપ્ટન રોહિત શર્મા (23 મિલિયન ડૉલર)થી 10 ટકા વધુ વિરાટની બ્રાન્ડ વેલ્યૂ છે. સલમાન-શાહરુખને પણ પાછળ છોડ્યા છે.

વિરાટ કોહલી

આ મામલે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સલમાન ખાન, શાહરુખ ખાન જેવી લોકપ્રિય હસ્તિઓ વિરાટથી પણ પાછળ છે. ક્રિકેટરોની વાત કરવામાં આવેતો ટોપની લીસ્ટમાં ક્રિકેટના ગૉડ સચિન તેડુલકર, પૂર્વ કેપ્ટન એમએસ ધોની, હિટમેન રોહિત શર્મા પણ સામેલ છે. T-20 સીરિઝ બાદ વનડેમાં ભારત હાલમાં 1-0થી પાછળ છે.

બ્રાન્ડ વૈલ્યૂ લીસ્ટ

ભારતીય કેપ્ટન હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. આ પ્રવાસ પર ભારતે ન્યૂઝીલેન્ડ ટીમ T-20માં 5-0થી માત આપી છે. કોહલી આ સીરિઝમાં 4 મેચમાં 131.25ના સ્ટ્રાઈક રેટથી 105 રન કર્યા હતા. પાંચમી T-20માં તેણે આરામ લીધો હતો. જેથી રોહિત શર્માએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

વિરાટ કોહલી

ABOUT THE AUTHOR

...view details