મુંબઇ: શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના પ્રમુખ કુમાર સંગાકારાએ કહ્યું કે, જે રીતે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ તેમની શ્રેષ્ઠ રમતોથી બેટિંગને સરળ બનાવતા હતા તેવી જ આ યુગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા કરે છે.
રોહિત-કોહલી એ આજના યુગની શ્રેષ્ઠ જોડી: સંગાકારા - વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી
કુમાર સંગાકારાએ કહ્યું કે, 'આજની મેચ પર નજર નાખો તો ભારત પાસે બે ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. જે પરંપરાગત ક્રિકેટ રમે છે. દરેક ફોર્મેટમાં ખૂબ જ આક્રમક છે. તમારે બોલને ફટકારવા અથવા તેને જોરથી મારવા માટે તાકાતની જરૂર નથી.
![રોહિત-કોહલી એ આજના યુગની શ્રેષ્ઠ જોડી: સંગાકારા કુમાર સંગાકારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7436107-604-7436107-1591022466561.jpg)
સંગાકારાએ એક ટીવી શો પર કહ્યું હતું કે, "જો તમે રાહુલ અને દાદા (ગાંગુલી) પર નજર નાખો તો તે બંને પરંપરાગત બેટ્સમેન હતા. બંનેએ સુંદર શોટ રમ્યા હતા અને ટેક્નિકલી પણ શાનદાર હતા, જો કે દ્રવિડ થોડો વધારે હતો. તેઓ જે ગતિથી આક્રમક રમતા હતા તે ખૂબ પસંદ આવતું હતું.
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટનએ કહ્યું કે, "આજની મેચ પર નજર નાખો તો ભારત પાસે બે ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા છે, જે પરંપરાગત ક્રિકેટ રમે છે. દરેક ફોર્મેટમાં ખૂબ જ આક્રમક છે. તમારે બોલને ફટકારવા અથવા તેને જોરથી મારવા માટે તાકાતની જરૂર નથી."