ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલીને PETA ઈન્ડિયા દ્વારા 'પર્સન ઓફ ધ યર'થી સન્માનિત કરાયો - વિરાટ કોહલી

મુંબઈ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પ્રાણીઓની સ્થિતિમાં સુધારો કરવાનું કામ કરવા માટે પેટા ઈન્ડિયા દ્વારા 'પર્સન ઓફ ધ યર'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી બન્યા પેટા ઈન્ડિયા 'પર્સન ઓફ ધ ઈયર'

By

Published : Nov 20, 2019, 5:26 PM IST

Updated : Nov 20, 2019, 5:35 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2019 માટે પેટા ઈન્ડિયાના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પ્રાણીઓની સ્થિતિમાં સુધારો કરવા માટે કોહલીએ ઘણા કામો કર્યાં છે. તેમને આમેર કિલ્લામાં સવારી માટે ઉપયોગમાં લેવાતા હાથીની મુક્તિને લઇ પેટા ઈન્ડિયાના અધિકારીઓએ પત્ર લખ્યો હતો.

વિરાટ કોહલી

માલતી નામના હાથીની 8 પુરૂષોએ ગેરકાયદેસર માર માર્યો હતો. કોહલીએ પેટા ઈન્ડિયાને 1960માં લાગૂ કરેલા પશુઓ પ્રત્યે ક્રૂરતા રાકવાનો અધિનિયમનો ઉપયોગ કરવામાં મદદ કરી હતી.

કોહલી બેંગ્લોરમાં પ્રાણીઓના શેલ્ટરની મુલાકાત પણ લઇ ચૂક્યા છે.

પેટા ઈન્ડિયાના સેલિબ્રિટી અને પબ્લિક રિલેશનના ડિરેક્ટર સચિન બંગેરાએ કહ્યું કે, 'વિરાટ કોહલી પ્રાણીઓના અધિકારને સમર્થન આપે છે અને તેમના વિરૂદ્ધ કરવામાં આવકી ક્રુરતાને રોકવાનો પ્રયાસ કરે છે. પેટા ઈન્ડિયા તમામ પાસેથી માગ કરે છે કે, કોહલીને ફોલો કરો અને જરૂયાતમંદ પ્રાણીઓેને સમર્થન કરો.'

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પુરસ્કાર શશિ થરૂર, સુપ્રીમ કોર્ટના જજ કે.એસ.પનિકર અને અભિનેત્રી અનુષ્કા શર્મા જેવા લોકોને મળી ગયો છે.

Last Updated : Nov 20, 2019, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details