નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે સ્કૂલ, કૉલેજ, શૉપિંગ મોલ, રેસ્ટોરન્ટ, જીમ, મંદિર જવામાં પ્રતિબંધ લાદવમાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોને રદ અને ઘણા સ્થળોએ કડક પગલાં ભરવામાં આવ્યાં છે. જે કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરાકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે કરવામાં આવ્યું છે. એવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર ઈશાંત શર્માએ સોશિયલ મીડિયામાં દિલ્હી પોલીસની ખૂબ પ્રશાંસા કરી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ એક વીડિયોમાં કહ્યું કે, મને જાણીને આનંદ થયો કે, આ મુશ્કેલીના સમયમાં પણ દેશની પોલીસ લોકોની મદદ કરી રહીં છે. હું દિલ્હી પોલીસના કામની પ્રશંસા કરવા માંગુ છું, જે ખાલી પોતાનું કર્તવ્ય સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવવા સાથે ગરીબો સુધી ભોજન પણ પહોંચાડી રહ્યા છે. તમે આવી રીતે જ શ્રેષ્ઠ કામગીરી કરતા રહો.
બીજી તરફ અનુભવી ઝડપી બોલર ઈશાંતે કહ્યું કે, આ સમય ઘરે રહેવાનો છે, પોતાના સાથે સમય વિતાવો, તમારૂં અને તમારા પિરવારનું ધ્યાન રાખો. દિલ્હી પોલીસ દિવસ-રાત પોતાની કામગીરી કરે છે.