વિરાટે પોસ્ટ કરેલી તસવીરોમાં ક્રિકેટરો હળવાશની પળો માણી રહ્યા છે. વિરાટે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, 'એક ખાલી દિવસ અને બપોરે છોકરાઓ સાથે એ જ કરીએ છે જેમાં અમને લોકોને જોઈએ.'
ત્રીજી વન-ડે મેચ પહેલા મસ્તીના મૂડમાં ભારતીય ક્રિકેટ ટીમ - latest news of cricket
હૈદરાબાદઃ રવિવારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સિરીઝની ત્રીજી અને આખરી મેચ છે. જે કટકમાં રમાશે. બીજી મેચ જીતીને ભારતીય ટીમ 1-1 સાથે બરાબરની ટક્કર આપી છે. ખરાખરીની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ મસ્તીના અને હળવાફૂલ મૂડમાં જોવા મળ્યા હતા. જેની કેટલીક તસવીરો કેપ્ટન વિરાટ કોહલીએ શેર કરી હતી.
મેચ પહેલા મસ્તીના મૂડમાં ભારતીય ક્રિકેટ ટીમ
આ તસવીરમાં કેટલાક ખેલાડીઓ હોટલ ગાર્ડનમાં શિયાળોનો તાપ માણી રહ્યા છે. તો કેટલાક ખેલાડી પૂલ બાથ કર્યા પછી નાસ્તો કરી રહ્યા છે.
વિરાટની પહેલી સેલ્ફીમાં કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને કે. એલ. રાહુલ દેખાય છે. જ્યારે બીજી તસવીરમાં ઋષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ અય્યર અને યજુવેન્દ્ર ચહલ નજરે પડે છે.