ભારતીય ક્રિકેટ ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. ભારત અને ઈગ્લેન્ડના ટૉસ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, વિજય શંકરને પગમાં ઈજા છે, તેના સ્થાને ઋષભ પંત અંતિમ-11માં સ્થાન લેશે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં વિજય શંકરને ઈજાના કારણે સ્થાન મળ્યું ન હતુ.
વર્લ્ડકપ ટીમમાંથી વિજ્ય શંકર OUT, મયંક અગ્રવાલ IN - #ICC
સ્પોર્ટસ ડેસ્ક : ICC વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતના ઓલરાઉન્ડર વિજય શંકરને પગમાં ઈજા થવાને કારણે વર્લ્ડકપમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. તેમની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળ્યું છે. આ પહેલા ભારતીય ટીમમાંથી શિખર ધવન ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયો હતો.

વર્લ્ડકપ ટીમમાંથી વિજ્ય શંકર OUT, મંયક અગ્રવાલ IN , જુઓ વિડીયો...
મંયક અગ્રવાલ વિડીયો
આ પહેલા બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થવાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થયો હતો. ત્યાર બાદ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાં સામેલ નથી.આ વર્લ્ડ કપમાં ભારતના 28 વર્ષીય વિજ્ય શંકરનું પ્રદર્શન સારું રહ્યુ નથી. વિજ્ય શંકર વર્લ્ડ કપની કેરિયર મેચમાં પ્રથમ બોલમાં પાકિસ્તાનના ઈમામ ઉલ હકને એલ.બી.ડબલ્યુ કર્યો હતો.ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર થયો છે જેને કારણે હાલ તો મયંક અગ્રવાલને તક મળી છે.