લંડન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના નામનું ઉચ્ચારણ ખોટું કર્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. જેમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને ટ્વીટ કરતા કહ્યું કે, પાકિસ્તાનના પ્રવાસ જઇને ડોનાલ્ડ ટ્રમ્પ બેટ્સમેન ફખર જમાનના નામનું નામ કેવી રીતે બોલશે.
માઈકલ વૉને ટ્વીટ કરતા કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાન પ્રવાસની વધારે રાહ નથી જોઇ શકતો. જોવાનું છે કે, ટ્રમ્પ ફખર જમાનનું નામ કેવી રીતે બોલે છે.
અમેરિકીના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા કિક્રેટ સ્ટેડિયમમાં નમેસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમાં US પ્રમુખે સચીનનું ઉચ્ચારણ સૂચીન કર્યુ હતું.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પણ ટ્રમ્પે ટ્રોલ કર્યા હતાં. ICCએ ટ્રમ્પનો વીડિયો શેર કર્યો છે. જેમાં સચિનનું ઉચ્ચારણ ખોટું છે. આ વીડિયો શેર કરતા ICCએ લખ્યું કે, સચ, સચ, સૈચ, સૂચ, સૌચ શું કોઈ જાણે છે...?
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સંબોધન કરતા ઉચ્ચારણમાં ઘણી ભૂલો કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ખુબ જ ટ્રોલ થઇ રહ્યાં છે.