મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુંશાત સિંહના મૃત્યુ પર શોક વ્યકત કરતા ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે, જો તમારી તબિયત સારી નથી તો તે ખરાબ વસ્તુ નથી, તમે તેના પર ચર્ચા કરો જે તમારા મનમાં ચાલી રહ્યું છે.
સુશાંત સિંહના મૌત બાદ ડીપ્રેશન પર બોલ્યો ઉથપ્પા સુંશાતે તેના બ્રાંદ્રા સ્થિત ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસે સમગ્ર જાણકારી આપી છે અને જણાવ્યું છે કે, તે ડિપ્રેશનમાં હતો. 2007ના T-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ભાગીદાર ઉથપ્પાએ થોડા સમય પહેલા જ કહ્યું કે, તે ડિપ્રેશનમાં હતો ત્યારે તેને પણ આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો.
સુશાંત સિંહના મૌત બાદ ડીપ્રેશન પર બોલ્યો ઉથપ્પા ઉથપ્પાએ ટ્વીટ કરીને કહ્યું કે, તમે જે પીડા અનુભવી છે તેના વિશે વિચાર પણ કરી શકતા નથી. મારી સંવેદના તમારા પરિવાર અને મિત્રો સાથે છે. તમારા આત્માને ઈશ્વર શાંતિ આપે.
34 વર્ષનો સુશાંત સિંહ બિહારનો રહેવાસી હતો. તેણે પટના અને નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મુંબઈ આવ્યો હતો. તેમણે ટીવી સીરિયલથી પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તે ફિલ્મોની દુનિયામાં આવ્યો હતો. સુશાંતે "કાઈ પો છે, શુદ્ધ દેશી રોમાન્સ, એમ.એસ.ધોની, ધ અન્ટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને છીછોરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું".