ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફાસ્ટેસ્ટ મેન ઉસૈન બોલ્ટ કોહલીની ટીમ RCBને કરશે સપોર્ટ - ઉસૈન બોલ્ટ

ભારતમાં 9 એપ્રિલથી IPL શરૂ થવા જઈ રહી છે, ત્યારે દુનિયાના ફાસ્ટેસ્ટ મેન ઉસૈન બોલ્ટ કોહલીની ટીમ RCBની જર્સી પહેરીને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ફોટો શેર કર્યો હતો.

RCB
RCB

By

Published : Apr 8, 2021, 2:13 PM IST

Updated : Apr 8, 2021, 3:38 PM IST

  • ઉસૈન બોલ્ટે RCBની જર્સી પહેરી ફોટો પોસ્ટ કર્યો
  • ડીવિલિયર્સે પણ ઉસૈનના ટ્વીટ પર કરી કમેન્ટ
  • ઉસૈન બોલ્ટે વિરાટની ટ્વીટર પર કરી ટિખળ

ચેન્નાઇ: એબી ડીવિલિયર્સ અને વિરાટ કોહલીએ ટ્વીટ કર્યાના કેટલાક દિવસો પછી દક્ષિણ આફ્રિકાએ RCBના કેપ્ટન કોહલીને રેસ માટે પડકાર્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટે વિરાટની ટિખળ કરતા કહ્યુ હતું કે, હું હજી પણ પૃથ્વીનો સૌથી ઝડપી વ્યક્તિ છું.

આ પણ વાંચો:આ દાયકામાં અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર, ગાંગુલીએ કરી પ્રશંસા

ઉસૈન બોલ્ટે કોહલીની ટીમ માટે કર્યું ટ્વીટ

ઉસૈન બોલ્ટે પોતાની શૈલીમાં RCBને સપોર્ટ કરવાં ટ્વિટર પર RCBની જર્સી પહેરી ફોટો પોસ્ટ કર્યો હતો અને નીચે કેપ્શન લખ્યું હતું કે, "ચેલેન્જર્સ, ફક્ત તમારી જાણ ખાતર, હું હજી પણ દુનિયાનો સૌથી ઝડપી વ્યક્તિ છું. @ImVkohli @ ABdeVilliers17 @RCBTweets". ડીવિલિયર્સે તેની ટ્વીટ પર કમેન્ટ કરી હતી કે, "હવે અમને થોડા વધારે રનની જરૂર પડે ત્યારે કોને ફોન કરવો તે અમે જાણી ગયા છીએ."

આ પણ વાંચો:...તો શું આ ભારતીય યુવકે તોડ્યો ઉસૈન બોલ્ટનો વર્લ્ડ રેકોર્ડ?, જાણો વિગત

રમતવીરોની સફળતામાં જમૈકન ફેન્સનો મોટો ફાળો

ઉસૈન બોલ્ટ જમૈકાનો વતની છે, જ્યાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ખેલાડીઓ કર્ટની વાલ્શ જેવા ટાપુના જ રહેવાસીઓ છે. જો કે, ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમતવીરોની સફળતામાં તેમના જમૈકન ફેન્સનો મોટો ફાળો હોય છે. બોલ્ટનો સૌથી ઓછા સમયનો રેકોર્ડ 100મીટર સ્પ્રિન્ટમાં નોંધાવ્યો છે, બોલ્ટે 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં 9.58 સેકન્ડનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

Last Updated : Apr 8, 2021, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details