ઝારખંડ/રાંચી: Under-19 Cricket World Cup ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને સેમિફાઈનલ મેચમાં 10 વિકેટે હાર આપી હતી. ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યુ છે. રાંચીમાંથી વધુ એક ખેલાડી સુશાંત મિશ્રાએ સારું પ્રદર્શન કરી પાકિસ્તાન ટીમની 3 વિકેટ ઝડપી હતી. સુશાંત મિશ્રાના પિતાએ ઇટીવી ભારતની ટીમ સાથે ખાસ વાતચીત કરી ફાઈનલમાં મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમને શુભકામના પાઠવી છે.
અંડર-19 વર્લ્ડકપઃ સુશાંતના પિતાએ સાથે ETVની ખાસ વાતચીત - gujaratisportsnews
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના ખેલાડી સુશાંત મિશ્રાએ પાકિસ્તાન સામે વર્લ્ડકપ સેમિફાઇનલમાં શાનદાર બોલિંગ કરી હતી. ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સુશાંતના પ્રદર્શન પર આનંદ વ્યક્ત કરતાં તેના પિતા સમીર મિશ્રાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
etv baharat
અંડર-19 વર્લ્ડકપ ટૂનામેન્ટમાં ભારતનું સારું પ્રદર્શન રહ્યું છે. સેમિફાઈનલ મેચ દરમિયાન પાકિસ્તાનને 10 વિકેટે હાર આપીને ભારત ફાઈનલમાં પહોચ્યું છે. આ ક્રિકેટ ટીમમાં રાંચીના ખેલાડી સુશાંત મિશ્રા પણ સામેલ છે અને આ ખેલાડી મજબૂત ફોર્મમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સુશાંતે 3 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે આ મેચમાં પાકિસ્તાનને હાર આપી હતી.