ગુજરાત

gujarat

ETV Bharat / sports

અંપાયરોએ પણ ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરવી જોઇએઃ ટોફેલ - સંન્યાસ લઇ ચુકેલા ઓસ્ટ્રેલિયાના અંપાયર

કોલકત્તાઃ સંન્યાસ લઇ ચુકેલા ઓસ્ટ્રેલિયાના અંપાયર સાઇમન ટોફેલએ કહ્યું કે, અંધારૂ થાય તે સમયે ગુલાબી બોલને જોવો બેટ્સમેટ અને અંપાયરો માટે પડકાર છે.

અંપાયરો પણ ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરવી જોઇએઃ ટોફેલ

By

Published : Nov 20, 2019, 10:41 AM IST


ટોફેલએ કહ્યું કે, નવા રંગના બોલના આદી થવા માટે અંપાયરોએ પણ થોડી પ્રેક્ટિસમાં ભાગ લેવાની જરૂર છે. એડિલેડમાં પહેલા ગુલાબી બોલના ટેસ્ટ દરમ્યાન હાજર રહેલા આઇસીસીના અંપાયર પરફોર્મેંસ અને ટ્રેનિંગ મેનેજર ટોફેલએ કહ્યું કે સારી રીતે બોલને જોવા માટે અંમ્પાયર કૃત્રિમ લેન્સનો ઉપયોગ કરી શકે છે.


ટોફેલે વધુમાં કહ્યું કે, બોલને અલગ રીતે જોવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરીએ છે તેના પર નિર્ભર કરે છે. જેટલું વધારે સંભવ હોય તેટલું નેટ સત્રમાં ભાગ લેશે. તેઓ નેટ સત્ર અને સામંજસ્ય બૈઠાનેની ગતિવિધિઓથી પસાર થશે. સાંજનો સમય હશે, જ્યારે લાઇટમાં ફેરફાર થશે, અને સુરજના લાઇટ્સની જગ્યાએ કૃત્રિમ લાઇટ્સ હશે. બેટ્સમેન માટે આ સમય બોલને જોવા માટેનો આ સૌથી વધારે ખરાબ સમય હશે. અંપાયરો માટે પણ આ તેટલું જ પડકારજનક હશે.


ઓસ્ટ્રેલિયાના અંપાયર પોતાની પુસ્તક "ફાઇડિંગ ધ ગેપ્સ"ના પ્રચાર માટે ભારત આવ્યા છે. તેઓ કોલકાતા ટેસ્ટ દરમ્યાન હાજર રહે તેવી સંભાવના છે. ટોફેલનું માનવુ છે કે બાંગ્લાદેશના ખેલાડીઓ વધારે સતર્કતા સાથે રમે કારણ કે તેમને ગુલાબી બોલ સાથે રમવાનો અનુભવ નથી.


ભારતના ઘણા ક્રિકેટરોએ પોતાના નેશનલ મેચમાં ગુલાબી બોલ સાથે રમેલા છે, જ્યારે બાગ્લાદેશમાં એકમાત્ર ચાર દિવસીય દિવસ રાત્રી મેચ 2013માં રમવામાં આવ્યો હતો, અને હાલની ટીમના કોઇ પણ પ્લેયરે તે મેચમાં ભાગ લીધો નહોતો.


વધુમાં ટોફેલે કહ્યું કે, મને માહીતી નથી કે બાંગ્લાદેશએ ગુલાબી બોલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે કે નહી. બન્ને ટીમની સરખામણીમાં બાંગ્લાદેશ સામે મોટી પડકાર હશે કે તેમને નવા રંગના બોલ સાથે રમવાનું છે જેની તેમનો અનુભવ નથી.

ABOUT THE AUTHOR

...view details