મેચનો ત્રીજો દિવસ એકદમ રોમાંચક રહ્યો હતો. ન્યુઝીલેન્ડની ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ અને અંપાયર અલીમ ડાર મોજ-મસ્તીના મુડમાં નજરે પડ્યા હતા. ફીલ્ડિંગ કરી રહેલા સ્મિથે હેલમેટ પહેર્યો અને તેની ટોપી ઉતારીને અંપાયરને દેવાને બદલે ડારની તરફ ફ્રિસબીની જેમ હવામાં ઉછાળી દીધી હતી.
VIDEO: જુઓ... કેવી રીતે અમ્પાયર અલીમ ડારે પર્થ ટેસ્ટમાં સ્મિથની ટોપી કરી કેચ - Test series in Perth between Australia and New Zealand
ન્યૂઝ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પર્થમાં ટેસ્ટ સીરીજનો પહેલો મેચ ડે-નાઈટ મેચ રમાઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારી છે. ત્રીજા દિવસની રમત પૂરી થાય એ પહેલા ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ કરતા 400 રન વધારે બનાવી લીધા છે.
અમ્પાયર અલીમ ડારે પર્થ ટેસ્ટમાં સ્મિથની ટોપી કરી કેચ
ડારે પણ પોતાની સ્માર્ટનેસ દેખાડી અને ઉડતી ટોપીને દોડીને પકડી લીધી હતી. આ યાદગાર ક્ષણનો વીડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનાં ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.
અંપાયર અલીમ ડારે આ ટેસ્ટના પહેલા દિવસે મેદાનમાં ઉતરવાની સાથે જ ટેસ્ટ મેચમાં અંપાયરિંગ કરવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો.