ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPLની તૈયારીઓમાં લાગ્યુ UAE - દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ

દુબઇ સિટી ક્રિકેટના પ્રમુખ સલમાન હનીફે કહ્યું કે , 'દુબઇ સ્પોર્ટ્સ સિટી આ T-20 લીગ માટે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી સામેલ છે.

IPLની તૈયારીઓમાં લાગ્યુ UAE
IPLની તૈયારીઓમાં લાગ્યુ UAE

By

Published : Jul 17, 2020, 5:15 PM IST

દુબઇ: ભારતમાં કોવિડ-19ના વધતા જતા વ્યાપને પગલે IPLને દુબઇમાં રમાડવાનું આયોજન કર્યુ છે. આ તકે દુબઇ સિટી ક્રિકેટના પ્રમુખ સલમાન હનીફે કહ્યું કે તે આ રીતે મોટી ટુર્નામેન્ટના આયોજન માટે તૈયાર છે.

IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરી શકે છે. કારણ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપને લઇને અનિશ્ચિતતા બની છે.

હનીફે એક પ્રાઇવેટ પેપર સાથે વાત કરતા જણાવ્યું કે દુબઇ સ્પોર્ટ્સ સિટી આ T-20 લીગ માટે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details