ઉત્તર પ્રદેશ: વર્ડ કપ ફાઈનલમાં ભારત 3 વિકેટથી બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. યશસ્વીના શાનદાર પરફોર્મન્સની ચર્ચા દેશભરમાં જોરશોરથી થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની હારથી યશસ્વીના પિતા વ્યથિત થયા છે.
યશસ્વીના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે, દિકરાને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળવાની સાચી ખુશી તો ત્યારે થાત, જ્યારે યશસ્વી ભારતને વિશ્વ કપ અપાવી શક્યો હોત. ભારતીય ટીમે વધારે એકસ્ટ્રા રન આપ્યા હતા. જે કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો.