ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્રિકેટ ઇતિહાસના ટોચના પાંચ વિવાદાસ્પદ અમ્પાયર - Cricket News Today

અમ્પાયર્સ એ કોઈપણ ક્રિકેટ રમતની ધડકન હોય છે, કોઈ પણ ખેલાડીને પીચમાંથી બહાર કાઢવા અથવા તેને ‘સિક્સર’ આપવાનું તેમના હાથમાં છે. તેમ છતાં, અમ્પાયરોના દરેક નિર્ણયની રમત પર નોંધપાત્ર અસર પડે છે, પરંતુ તે હંમેશાં સાચા હોઈ શકતા નથી કારણ કે તેઓ પણ મનુષ્ય છે અને ભૂલને પાત્ર છે . તેમ છતાં, કેટલાક અમ્પાયરોએ તેમના વિવાદાસ્પદ અથવા નબળા નિર્ણયોને લીધે હેડલાઇન્સ બનાવી છે જેના કારણે ઘણી મેચોમાં પરિણામાં પણ ફેરવાઇ ગયા હતા . તો આવો , આપણે ટોચના પાંચ વિવાદાસ્પદ ક્રિકેટ અમ્પાયરો વિષે જાણીએ.

controversial umpires
વિવાદાસ્પદ અમ્પાયર

By

Published : Apr 7, 2020, 7:18 PM IST

અમ્પાયર્સ એ કોઈપણ ક્રિકેટ રમતની ધડકન હોય છે, કોઈ પણ ખેલાડીને પીચમાંથી બહાર કાઢવા અથવા તેને ‘સિક્સર’ આપવાનું તેમના હાથમાં છે. તેમ છતાં, અમ્પાયરોના દરેક નિર્ણયની રમત પર નોંધપાત્ર અસર પડે છે, પરંતુ તે હંમેશાં સાચા હોઈ શકતા નથી કારણ કે તેઓ પણ મનુષ્ય છે અને ભૂલને પાત્ર છે . તેમ છતાં, કેટલાક અમ્પાયરોએ તેમના વિવાદાસ્પદ અથવા નબળા નિર્ણયોને લીધે હેડલાઇન્સ બનાવી છે જેના કારણે ઘણી મેચોમાં પરિણામાં પણ ફેરવાઇ ગયા હતા . તો આવો , આપણે ટોચના પાંચ વિવાદાસ્પદ ક્રિકેટ અમ્પાયરો વિષે જાણીએ.

વિવાદાસ્પદ અમ્પાયર

તેની કારકીર્દી ની ર્ટોચ પર, સ્ટીવ ક્રિકેટના આજ સુધીના શ્રેષ્ઠ અમ્પાયર તરીકે ઓળખાયો હતો, પરંતુ એશિયન ટીમો સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયા વ્યવસાયિક માનવામાં આવતી ન હતી.
સ્ટીવ નિર્ણયો લેતા પહેલા તેની લાંબી ચર્ચાઓ માટે બહોળા પ્રમાણમાં જાણીતા હતા, જેના માટે તેમને "સ્લો ડેથ." નું ઉપનામ મેળ્યુ હતુ. તેઓ ખુબ જ સારા અમ્પાયર હતા જોકે તેમણે વધતી ઉમંરની અસર ના કારણે કેટલાક ભયંકર નિર્ણયો લીધા હતા.
સ્ટીવએ સચિન તેંડુલકરને ભૂલથી કેટલી વાર આઉટ આપ્યો અને તે યાદ રાખવા માટે પ્રખર ક્રિકેટ ચાહક હોવાની જરૂર નથી.
બકનનોરે રાહુલ દ્રવિડની નકલ કરીને તેની બદનામી કરી હતી, જેના માટે આ વેસ્ટ ઈન્ડિયનને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

વિવાદાસ્પદ અમ્પાયર
બકનોરનો એશિયન ટીમો (મુખ્યત્વે ભારત) વિરુદ્ધ નબળા નિર્ણયનો સિલસિલો 1992 થી શરૂ થઇ 2008 સુધી ચાલુ રહ્યો હતો .

2008 માં ભારત ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બકનોર નાદિર અમ્પાયર હતા ત્યારે પાંચમા દિવસની અંતિમ દસ મિનિટમાં શ્રેણીની બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે શ્રેણી માટે બકનનોર એ કરેલી ભૂલો માટે અમ્પાયર બદલવાની માંગ કરી હતી.
અસંખ્ય ફરિયાદો મળ્યા પછી, આખરે આઈ.સી.સી.એ પગલું ભર્યું અને નિર્ણય કર્યો કે સ્ટીવ પર્થમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં અમ્પારીંગ નહિ કરે.

વિવાદાસ્પદ અમ્પાયર
બકનોર છેવટે 2009 માં 128 ટેસ્ટ અને 181 વનડે મેચ માં અમ્પારીંગ કર્યા બાદ નિવૃત્ત થયા.ઓસ્ટ્રેલિયાના ડરેલ હેર નો ઇતિહાસ જુના તેમજ સારા નિર્ણય લેવા માટે જણીતો હોઇ શકે છે, પરંતુ ઉપ-ખંડોમાં, ખાસ કરીને શ્રીલંકામાં, તેમના કઠોર નિર્ણયો અને વિવાદો ના કારણે માટે જાણીતા હતા.
વિવાદાસ્પદ અમ્પાયર

1995 માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં તેણે મુત્તીઆહ મુરલીધરનની ત્રણ ઓવરમાં સાત નો-બોલ જાહેર કર્યો હતા. આ ઘટનાને લઇ શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગાએ તેની ટીમ સાથે મેદાન છોડી દીધું હતુ

એ નોંધનીય છે કે આઇ.સી.સીના નિયમો મુજબ, કોઈપણ શંકાસ્પદ બોલીંગ એક્શન માટે તાત્કાલિક ફોન કરી મેચ રેફરીને ની જાણ કરવાની હતી અને ડેરેલ હેર તેમજ જ કર્યુ હતુ .

વિવાદાસ્પદ અમ્પાયર

1999 માં હેર એ મુરલીધરનની બોલીંગ એકશન ને "ડાયબોલિકલ "(અત્યંત ઘાતકી) ગણાવી હતી ત્યારબાદ આઇ.સી.સી દ્વારા હેર ને રમતને બદનામમાં કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા પાછળથી આ ઘટાનાને લઇ આ ઓસ્ટ્રેલિયનને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી અને પરિણામે આઇ.સી.સીએ જાહેર કર્યુ હતું કે તે 1999 ના વર્લ્ડ કપમાં તેઓ શ્રીલંકાની કોઈ પણ મેચનું એમ્પારીંગ નહીં કરે.

વિવાદાસ્પદ અમ્પાયર

2006 માં, ઓવલ ખાતે રમાયેલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન હેર મેદાન પરના સૌથી મોટા વિવાદોમાં સામેલ હતો. મેચમાં ડેરેલ અને બિલી ડોકટ્રોવે ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાની ટીમે બોલ સાથે ચેડા કર્યા હતા અને ત્યારબાદ હેર એ પાંચ પેનલ્ટી રન નો દંડ અને બોલને બદલવાની માંગ કરી હતી.
વિરોધમાં પાકિસ્તાની ખેલાડીઓએ ચા ના વિરામ બાદ મેદાન પર આવવાની ના પાડી હતી. 30 મિનિટ પછી અમ્પાયરોએ સ્ટંમ્પ પર બેલ્સ હટાવી મેચને સમાપ્ત જાહેર કરી ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યા. આ ઘટના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બની હતી.
આ ઘટના બાદ હેર એ એલિટ અમ્પાયર્સની આઇ.સી.સી ટેસ્ટ પેનલમાંથી હટાવવામાં આવ્યા હતા પરંતુ બે વર્ષ બાદ તેમણે આઇ.સી.સી સામેના વંશીય ભેદભાવના દાવો છોડતા પુન સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ 2008 માં નિવૃત્ત થયા હતા.

વિવાદાસ્પદ અમ્પાયર
પાકિસ્તાની અમ્પાયર શકૂર રાણા 90 ના દાયકામાં સૌથી વિવાદાસ્પદ અમ્પાયર હતા. 1987 માં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફૈસલાબાદ ખાતેની એક ટેસ્ટ મેચ દરમિયાન રાણા અને ઇંગ્લિશ સુકાની માઇક ગેટિંગ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી .

ટેસ્ટના બીજા દિવસ દરમિયાન, રાણાએ ગેટિંગ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેમણે જ્યારે બોલર બોલ નાખવાની શરૂઆત કરતો હતો ત્યારે સુકાનની ને ફિલ્ડિંગની સ્થિતિ બદલતા જોયો હતો. આ આરોપ બાદ, રાણા અને ગેટિંગ વચ્ચે ઉગ્ર દલીલ થઈ, જેના કારણે મેચને પણ અટકાવી પડી હતી.બન્ને ક્રોધાવેશમાં એકબીજા પર આંગળીઓ લહેરાવતા જોવા મળતા હતા અને સ્ટમ્પ માઇકમાં થી આવજ ના કારણે ટીવી શ્રોતાઓએ તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ બિભત્સ ભાષા સાંભળી હતી.

વિવાદાસ્પદ અમ્પાયર

જો કે, ભૂતપૂર્વ પાકિસ્તાની અમ્પાયરે ટેસ્ટ મેચ વચ્ચે જ છોડી દેવાની ધમકી આપી હોવાથી ગેટિંગને પછીથી માફી માંગવી પડી હતી.નોંધનીય છે કે, રાણાએ મેચ દરમિયાન પાકિસ્તાની સ્વેટર અને કેપ પણ પહેર્યો હતો અને તે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ સારી રીતે લીધુ ન હતું.
ટીકાકારો અને ચાહકોએ તેમને "એ શોકર" ડીસિલ્વા કહીને સંબોધતા હતા કદાચ તે ઘણું બધુ કહી જાય છે .. શ્રીલંકાના ભૂતપૂર્વ લેગ સ્પિનર, જે પાછળ થી અમ્પાયર બન્યો, તેણે વારંવાર અને નોંધપાત્ર તેમજ ગંભીર ભુલો કરી હતી.

વિવાદાસ્પદ અમ્પાયર
2003 માં, ડી સિલ્વાએ કેરેબિયન પ્રવાસ દરમિયાન ઘણા ભુલ ભરેલા નિર્ણયો બાદ ઓસ્ટ્રેલિયન ટીમના સાથે વિવાદમાં હતા.ગિઆનામાં કેટલાક ખોટા નિર્ણયો આપ્યા પછી, બીજી ટેસ્ટ મેચમાં પણ અશોક ની નબળી અમ્પાયરિંગ ચાલુ જ રહી, સાથે જ તેણે મેથ્યુ હેડનને લેગ-વિકેટ ચુકાદો આપ્યો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ લેગ-સ્ટમ્પની બહાર હતો. આ ઘટનાએ ટીકાકાર ઇયાન બિશપને એમ કહેવા પ્રેરીત કર્યો કે કે “જ્યારે તે રિપ્લે જોશે ત્યારે તેને થોડી શરમ આવશે”.

પરંતુ, ૨૦૧૧ નો વર્લ્ડ કપમાં, અશોકના રેટીગ 50 ટકાથી ઓછો હોવાના કારણે આઈ.સીસી દ્વારા મહત્વની મેચોમાં નિર્ણય લેવાથી દૂર કરવામાં આવ્યા હતા, અને ડી.આર.એસ દ્વારા તેમના મોટાભાગના નિર્ણયો પલ્ટાવી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનનો અસદ રઉફ ૨૦૧૨ પહેલા ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ અમ્પાયરોમાંનો એક હતો. જો કે, કેટલીક ઘટનાઓના કારણે તેમનું જીવન કાયમ બદલાઈ ગયું.

વિવાદાસ્પદ અમ્પાયર
૨૦૧૨ માં, રઉફ, ઓફ-ફીલ્ડ સ્કેન્ડલમાં, દિલ્હી સ્થિત મોડેલ લીના કપૂર દ્વારા તેના પર જાતીય સતામણીનો આરોપ મૂકાયો હતો.લીનાએ દાવો કર્યો હતો કે અસદે તેનું જાતીય શોષણ કર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક અંતરંગ તસવીરો પણ લીક કરી હતી. જો કે, પછી લીનાએ તેની ફરિયાદ પાછી લીધી.

પરંતુ એક વર્ષ પછી, અસદની સૌથી મોટા કૌભાંડોમાં સંડોવણી બહાર આવી હતી જ્યારે મુંબઇ પોલીસે તેના પર આઈ.પી.એલમાં સ્પોટ ફિક્સિંગ , છેતરપિંડી, સટ્ટાબાજી નો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ આઇ.સી.સીએ તેને ઇંગ્લેન્ડમાં 2013 ની ચેમ્પિયન્સ લીગ ટ્રોફીમાંથી કાઢી મુક્યો હતો .

ABOUT THE AUTHOR

...view details