નવી દિલ્હીઃ પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીએ શનિવારે ભારતના રોહિત શર્મા અને તેના સાથી ઓસ્ટ્રેલિયન ડેવિડ વોર્નરને T20માં શ્રેષ્ઠ ઓપનર તરીકે પસંદ કર્યા છે. મૂડી એક પ્રખ્યાત કોચ અને ટીકાકાર છે. એક પ્રશ્નોત્તરી સત્રમાં મૂડીએ ચેન્નઈ સુપર કિંગ્સને તેની પ્રિય આઈપીએલ ટીમ અને મહેન્દ્રસિંહ ધોનીને મનપસંદ કેપ્ટન તરીકે ગણાવ્યાં હતા.
પ્રખ્યાત કોચ મુડીએ રોહિત શર્માને શ્રેષ્ઠ ઓપનર ગણાવ્યાં - ટોમ મુડી
પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીએ શનિવારે ભારતના રોહિત શર્મા અને તેના સાથી ઓસ્ટ્રેલિયન ડેવિડ વોર્નરને T20માં શ્રેષ્ઠ ઓપનર તરીકે પસંદ કર્યા છે. મુડી એક પ્રખ્યાત કોચ અને ટીકાકાર છે.
![પ્રખ્યાત કોચ મુડીએ રોહિત શર્માને શ્રેષ્ઠ ઓપનર ગણાવ્યાં Rohit sharma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6659154-1025-6659154-1585997439458.jpg)
જ્યારે મૂડીને T20માં સર્વશ્રેષ્ઠ ઓપનર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેના ટ્વિટર પેજ પર લખ્યું કે, 'ખૂબ મુશ્કેલ છે, પરંતુ સર્વશ્રેષ્ઠ ઓપનર તરીકે હું ડેવિડ વોર્નર અને રોહિત શર્માનું નામ લઈશ.'ભારતમાં ક્રિકેટમાં અનેક પ્રતિભાઓ છે, પરંતુ મૂડીને લાગે છે કે તે બધામાંથી શુબમન ગિલ શ્રેષ્ઠ છે. ગિલે ભારત માટે બે વનડે મેચ રમી છે અને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે, પરંતુ મેચ હજી બાકી છે.
મૂડીએ ઘણી વખત આઈપીએલ ટીમોના કોચ પણ રહી ચૂક્યા છે. તે માને છે કે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ક્રિકેટ વિશે સારી સમજ છે અને તેનો પ્રિય ભારતીય ફીલ્ડર રવિન્દ્ર જાડેજા છે. જ્યારે મુડીને પ્રિય ભારતીય ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેપ્ટન વિરાટ કોહલીનું નામ લીધું હતું.