ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs SA: પ્રથમ T-20, ધર્મશાલામાં ધોધમાર વરસાદથી મેચ રદ - હિમાચલ પ્રદેશમાં મૌસમ

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની પહેલી મેચ ધર્મશાલામાં રમાવાની હતી. જેની રદ કરવામાં આવી છે. મેચ શરૂ થતાં પહેલા જ ધર્મશાલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે પહેલી મેંચ પર સંકટના વાદળ છવાઈ ગયા છે.

INDIA VS SOUTH AFRICA

By

Published : Sep 15, 2019, 6:56 PM IST

Updated : Sep 15, 2019, 9:12 PM IST

હિમાચલ પ્રદેશમાં મૌસમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હજી પણ વધારે વરસાદ થવાની શક્યતા છે. આ જગ્યા પર થોડા સમયમાં જ વરસાદ વધી શકે છેય જેને લઈ આ મેચ રમાવી મુશ્કેલ લાગી રહી છે.

સૌ. twitter

વરસાદના કારણે પિચ પર થોડી નરમાશ જોવા મળશે, જેના કારણે બોલરોને સારી મદદ મળશે. હાર્દિક પાંડ્યા ટીમમાં સામેલ થતાં ભારતીય ટીમ વધારે મજબૂત થઈ છે. વીડિંઝ પ્રવાસમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.એક વાર ફરી ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરને આરામ આપાવામાં આવ્યો છે.

સૌ. twitter

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બોર્ન ફોર્ટુન, બ્યુરેન હેન્ડ્રિક્સ, રીજા હેન્ડ્રિક્સ, ડેવિડ મિલર, એનિચ નોર્ટ્જે, એન્ડેલ ફેહલુકવેયો, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબરેઝ શમસી, જેજે સ્મટ્સ, રસી વાન ડર ડુસેન

Last Updated : Sep 15, 2019, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details