મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને જણાવ્યું કે 2010માં કેરિયરને પ્રભાવિત કરનારી ઇજાએ તેને એટલી મુશ્કેલીમાં નાખ્યું હતુ કે તે ક્રિકેટથી નફરત કરવા લાગ્યો હતો અને રડવા લાગ્યો હતો.
તેઓએ કહ્યું કે રમતના મનોવૈજ્ઞાનિકની મદદથી તેને છુટકારો મળ્યો હતો. દક્ષિણ આફ્રીકામાં બોલના છેડછાડ પ્રકરણ બાદ સ્ટીવ સ્મીથની જગ્યાએ ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં આવેલા પેનને 2010માં આ ઇજા ચેરિટી મેચ દરમિયાન લાગી હતી.
ડર્ક નૈનિસના બોલ પર તેને ડાબા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ઇજામાંથી બહાર આવવા પેનને સાત વખત સર્જરી કરાવવી પડી હતી. જેના પગલે તે બે અઠવાડીયા સુધી ક્રિકેટથી દુર રહ્યો હતો.
પેનએ કહ્યું કે, ' જ્યારે મે ફરીથી રમત અને પ્રેક્ટિશ શરૂ કરી ત્યારે હું ખોટુ નહતો કરી રહ્યો. જ્યારે મેં ફાસ્ટ બોલરનો સામનો કરવાનું શરૂ કર્યુ ત્યારે મારૂ ધ્યાન બોલને ફટકારવા કરતા આંગળીને બચાવવામાં રહેતુ હતું. જ્યારે બોલર રનિંગ શરૂ કરે ત્યારે પ્રાર્થના કરતો કે, મને ઉમ્મીદ છે કે તે મારી આંગળીમાં નહી મારે.'
વધુમાં કહેતા જણાવ્યું કે,' અહીંથી મારી રમતમાં ફેર પડવા લાગ્યો હતો. મેં આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. જેનું મેં કોઇને કહ્યું નહતું. સાચુ તો એ છે કે હું ઇજા થવાથી ડરી રહ્યો હતો અને મને ખબર નહતી કે હું શુ કરવા જઇ રહ્યો છું. વિકેટકીપર બેટ્સમેને કહ્યું આ સંધર્ષે મારા જીવનને પ્રભાવિત કર્યુ હતું.