નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુરેશ રૈનાએ જણાવ્યું છે કે પહેલાના મુકાબલે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની IPL 13 માટેની તૈયારીઓ અલગ જ હતી.
તેણે શરૂઆતના દિવસોમાં આ વાત ને ખૂબ હળવાશથી લીધી હતી અને જીમ જવા પર જ ફોકસ કર્યું હતું, પરંતુ પ્રેક્ટિસ વખતે તેના શોટ્સ અદ્ભુત હતા અને તે થાકતો પણ ન હતો.
આ વખતે IPL માટેની ધોનીની તૈયારીઓ અલગ જ હતી: રૈના હું આશા રાખું છુ કે હવે મેચ રમાવાની શરૂઆત થાય અને લોકોને ધોનીનો આ નવો અવતાર જલ્દીથી જોવા મળે.
IPL-2020 એક રીતે ધોનીને ક્રિકેટના મેદાન માં ફરી એકવાર એક્શન માં જોવાની તક હતી. પરંતુ કોરોના મહામારી ને પગલે તેનું સમગ્ર આયોજન ટાળવામાં આવ્યું.
ધોની છેલ્લે 2019 ના વર્લ્ડકપમાં ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં રમતો જોવા મળ્યો હતો.
જો કોઈક રીતે આ વર્ષના ઓક્ટોબર- નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડકપ નું આયોજન ટળે તો કદાચ BCCI માટે IPLના દરવાજા ખુલી શકે તેમ છે. આ માટેનો રોડમેપ તૈયાર થઇ રહ્યા છે.