- ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ આજે ટકરાશે
- મિતાલી રાજની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ઉતરશે મેદાને
- બંને ટીમ વચ્ચે મેચ જીતવા માટે બનશે જોરદાર દબાણ
આ પણ વાંચોઃરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ બાજી મારી, 42 રનથી હરાવ્યું
લખનઉઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે ત્રીજી વન ડે મેચ છે. આ સિરીઝમાં બંને ટીમ એક એક મેચ જીતીને એક સરખા સ્કોર પર છે. તેવામાં બંને ટીમે આજે થનારી વન ડે મેચને કોઈ પણ સ્થિતિમાં જીતવા માગશે. રાજધાની લખઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ટીમ ઇન્ડિયા અને કેપ્ટન મિતાલી રાજ બંને પર આજે મેચ જીતી સિરીઝમાં મહેમાન ટીમ પર દબાણ બનાવવાનું કામ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ આજે ટકરાશે આ પણ વાંચોઃIPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
ભારતીય મહિલા ટીમે નેટ પ્રેક્ટિસમાં કરી તનતોડ મહેનત
બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મહેમાન ટીમ પણ જીત મેળવવા મેદાને ઉતરશે. જોકે, હાલમાં બંને ટીમે એક એક મેચ જીતી છે. એટલે કે બંને ટીમનો સ્કોર એખ સમાન છે. સિરીઝની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા જ્યારે બીજી મેચ ભારતે જીતી હતી. પહેલી વન ડેમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ ના ચાલી શકી, જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ શાનદાર કરી હતી. આજની મેચ પહેલા કેપ્ટન મિતાલી રાજ અને વાઈસ કેપ્ટન હરમનપ્રીતની સાથે અનુભવી સ્મૃતિ મંધાના ઉપરાંત બોલર ઝૂલન ગોસ્વામી, ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડ અને માનસી જોશી પણ નેટ પર ઘણા સમય સુધી મહેનત કરી હતી.