કોંલંબો : શ્રીલંકાના ભૂતપુર્વ કેપ્ટન કુમાર સંગકારાએ ગુરૂવારે તપાસ સમિતિને 10 કલાક સુધી નિવેદન આપ્યું હતું. જે દેશના પૂર્વ ખેલ પ્રધાનના આ આરોપની તપાસ કરી રહ્યાં છે કે ભારત વિરૂદ્ધ ટીમનો 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ કેટલાક પક્ષોએ ફિક્સ કરી હતી.
પૂર્વ ખેલ પ્રધાન મહિંદાનંદા અલુથગામગેએ આરોપ લગાવ્યો છે કે 2 એપ્રિલ 2011ના રોજ રમાયેલી ફાઇનલ મેચ ફિક્સ હતી. તેને અત્યાર સુધીમાં કોઇ પુરાવો આપ્યો નથી, પરંતુ આ નિવેદનના પગલે ખેલ મંત્રાલયે તપાસ શરૂ કરી છે.