- બંને ટીમે ટી-20 વર્લ્ડ કપ જીવતા એકબીજાને બતાવી દાવેદાર
- ભારતમાં જ ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે ટી-20 વર્લ્ડ કપ
- અમદાવાદમાં શુક્રવારથી 5 મેચની ટી-20 સિરીઝની થશે શરૂઆત
આ પણ વાંચોઃIPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક
અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપ અંગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, મને નથી લાગતું કે અમે ટી-20 વર્લ્ડ કપની પસંદ છીએ. મારા મતે તો ઈંગ્લેન્ડ જ આનું દાવેદાર છે. તે વિશ્વની નંબર 1 ટીમ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને જણાવ્યું કે, ઘરેલુ જમીન પર વર્લ્ડ કપ રમવાથી ભારત જીતનું પ્રબળ દાવેદાર છે. મારા મતે ભારત ખૂબ જ સારી ટીમ છે. આગામી ટી-20 સિરીઝ ઈંગ્લેન્ડ માટે પડકાર અને એક ટેસ્ટ પણ છે. કારણ કે, ભારત ખૂબ જ મજબૂત ટીમ છે.