ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ એક અઠવાડિયા સુધી રહેશે ક્વોરોન્ટાઈન - પૂણે

ભારતીય ટીમ આવતા મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા ક્વોરોન્ટાઈનમાં એક અઠવાડિયું વીતાવશે. 5 ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનું આયોજન કરશે. પ્રથમ ટેસ્ટ ચેન્નઈમાં 5-9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.

NEW DELHI
NEW DELHI

By

Published : Jan 23, 2021, 4:49 PM IST

  • ઇંગ્લેન્ડ શ્રેણી આવતા મહિને શરૂ થશે
  • ટીમ ઈન્ડિયાને થવું પડશે ક્વોરેન્ટાઈન
  • પ્રથમ ટેસ્ટ 5-9 ફેબ્રુઆરી દરમિયાન

નવી દિલ્હી: ટીમ સ્ટાફના એક સભ્યએ કહ્યું કે, ભારતીય ટીમ આવતા મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા ક્વોરોન્ટાઈનમાં એક અઠવાડિયું વીતાવશે. 5 ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનું આયોજન કરશે. પ્રથમ ટેસ્ટ ચેન્નઈમાં 5-9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. બીજી ટેસ્ટ પણ ચેન્નઈમાં અને છેલ્લી બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ અમદાવાદમાં પાંચ મેચની ટી -20 શ્રેણી અને પૂણેમાં ત્રણ મેચની વનડે શ્રેણી હશે.

શ્રેણી પહેલા એક અઠવાડિયા માટે ટીમને ક્વોરોન્ટાઈન થવું પડશે

આ અંગે ભારતીય બોંલીગ કોચ ભરત અરુણે કહ્યું કે, "અમે ઓસ્ટ્રેલિયામાં અસાધારણ કામ કર્યું છે. આપણે આપણી દરેક સફળતાનો આનંદ માણ્યો છે, દરેક ક્ષણ માણ્યો છે, પરંતુ આપણે તેને ભૂલી જવાની જરૂર છે, તેને પાછળ છોડી દો, આગળ જુઓ. તેમણે વધુમાં જણાવ્યું કે, "ઇંગ્લેન્ડ પ્રવાસ હવે ભવિષ્યનું છે. અમારી પાસે આ માટેની અમારી યોજનાઓ હશે. અમારી પાસે સમય છે. અમારે શ્રેણી પહેલા એક અઠવાડિયા માટે ક્વોરોન્ટાઈન થવું પડશે અને તે પછી જ તમામ યોજનાઓ કરવામાં આવશે. અમને ખબર છે કે, ઇંગ્લેન્ડ એક ખૂબ જ કઠિન ટીમ છે. અમારે તેમને હરાવવા માટે તમામ પ્રયાસ કરવા પડશે."

દરેક મેચ ખૂબ મોટો પડકાર

ભરત અરુણે વધુમાં જણાવ્યું હતુ કે, "અમારા માટે, દરેક મેચ ખૂબ મોટો પડકાર છે. ખરેખર એવું કહી ન શકાય કે ઇંગ્લેન્ડની બેટિંગ ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારી છે.

ABOUT THE AUTHOR

...view details