ગુજરાત

gujarat

ETV Bharat / sports

Australia vs India: ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનારી ટીમ ઈન્ડિયાને 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે - The Indian team for the tour of Australia will have to stay under quarantine for 14 days

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી નિક હોક્લેએ કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવશે તો તેને સરકારી નીતિ નિયમ મુજબ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

Australia vs India: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જનારી ભારતીય ટીમને 14 દિવસ ક્વોરેન્ટાઇન હેઠળ રહેવુ પડશે
Australia vs India: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જનારી ભારતીય ટીમને 14 દિવસ ક્વોરેન્ટાઇન હેઠળ રહેવુ પડશે

By

Published : Jul 23, 2020, 5:20 PM IST

હૈદરાબાદ: આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવા રવાના થશે. જેમાં ભારતીય ટીમનો કોવિડ-19 બાદ આ પ્રથમ વિદેશી પ્રવાસ રહેશે. આ કાર્યક્રમમાં બદલાવ આવી શકે છે કારણ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ કાર્યક્રમમાં ત્રણ મેચની T-20 સીરીઝ પણ સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે હવે સ્થગિત થયેલા T-20 વર્લ્ડ કપ પહેલા ઓક્ટોબરમાં રમાવવાની હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી નિક હોક્લેએ કહ્યું કે ભારતીય ટીમ પ્રવાસ પર આવશે ત્યારે તેને સરકારી નીતિ નિયમ મુજબ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન થવુ પડશે. તેવામાં કાર્યક્રમમાં થોડી મુશ્કેલી આવી શકે છે કારણ કે T-20 સીરીઝ માટે ફરી જગ્યા નથી રહેતી.

BCCIના એક અધિકારીએ કહ્યું કે આ મામલે ચર્ચા ચાલી રહી છે અને વિચાર કરવામાં આવી રહ્યો છે કે 14 દિવસ ક્વોરેન્ટાઇન પીરિયડ સરકારના નિયમો અને મુખ્ય કાર્યકારી મુજબ જરૂરી છે. તેથી આ કાર્યક્રમમાં T-20 સીરીઝને સ્થાન આપવુ મુશ્કેલ રહેશે.

ABOUT THE AUTHOR

...view details