- પુણેમાં રમાઈ રહી છે ત્રીજી વન-ડે મેચ
- રોહિત શર્મા અને શિખર ધવને કર્યો શાનદાર દેખાવ
- ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 330 રનનો આપ્યો લક્ષ્યાંક
હૈદરાબાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જ્યાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાની તકનો પૂરો લાભ લીધો હતો. વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને ટીમને આક્રમક શરૂઆત આપી હતી. બન્નેએ 15 ઓવરમાં 103 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ખૂબ શાનદાર દેખાવ કર્યો હતો, પરંતુ તે પછી આદિલ રાશિદે રોહિત શર્માને 37 રને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિતની વિકેટ બાદ રાશિદે ધવનને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો.
આ પણ વાંચો:મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ માટે તડામાર તૈયારીઓ, બંને ટીમો અમદાવાદ આવી પહોંચી
રાહુલ માત્ર 07 રને થયો આઉટ
શિખર ધવને બેટિંગ કરતાં 56 બોલમાં 67 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ ચાહકોને નિરાશ કર્યા અને મોઇન અલીના બોલ પર 07 રન બનાવ્યા હતા. ત્રણ ઓવરમાં જ સામેની ટીમે ભારતની ત્રણ વિકેટ ઝડપી હતી. છેલ્લી મેચમાં સદી ફટકારનારા કે. એલ. રાહુલ પણ કોઈ ચમત્કાર કરી શક્યો ન હતો અને 07 રન બનાવીને આઉટ થયો હતો.