ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICCએ પૂછ્યું, દાયકાનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ? પ્રશંસકોએ કહ્યું- ધોની - Cricket World Cup

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) ક્રિકેટ ચાહકોને આ દાયકાનો શ્રેષ્ઠ કેપ્ટન ચૂંટવા કહ્યું હતું. જેના જવાબમાં લોકોએ મહેન્દ્ર સિંહ ધોનીને આ દશકનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2014માં ટેસ્ટ અને વર્ષ 2017માં મર્યાદિત ઓવરની ટીમનું કેપ્ટન પદ છોડ્યું હતું. ધોનીની કેપ્ટનસીમાં ભારતે વર્ષ 2007માં ટી-20 વિશ્વકપ, 2011માં વિશ્વકપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

MS Dhoni
કેપ્ટન કૂલ ધોની

By

Published : Dec 26, 2019, 2:51 PM IST

ICCના એક ટ્વિટ પર બધા ક્રિકેટ ચાહકો મળીને મહેન્દ્ર સિંહ ધોનીના નામ પર સહમત થયા હતા. જોકે ધોની સિવાય કેટલાક લોકોએ કેન વિલિયમસનને પણ આ દાયકાનો શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો.

ICCએ લખ્યું, "અમને જણાવો કે, આ દાયકામાં તમારો પ્રિય કેપ્ટન કોણ છે?"

એક પ્રશંસકે કહ્યું, "પ્રિય કેપ્ટન, પ્રિય વિકેટકિપર અને પ્રિય ખેલાડી, વન મેન- એમએસ ધોની."

અન્ય એક પ્રશંસકે લખ્યું, "એમ.એસ. ધોની ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક."

સરહદ પારના એક ચાહકે પણ ધોની માટે લખ્યું કે, "પાકિસ્તાન તરફથી એમ.એસ. ધોનીને પ્રેમ અને સમ્માન".

ABOUT THE AUTHOR

...view details