પ્રથમ મેચ મુંબઇ ખાતે 6 ડિસેમ્બરના રોજ રમાવવાનો હતો. પરંતુ, તે દિવસે બાબરી મસ્જિદ વિદ્વંસની વર્ષી અને સંવિધાનના નિર્માતા ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ પણ છે.
ભારત-વેસ્ટ ઇન્ડિઝ સીરીઝના કાર્યક્રમમાં બદલાવ, હવે મુંબઇની જગ્યાએ હૈદરાબાદમાં યોજાશે પ્રથમ T-20 - Hyderaba T-20
મુંબઇ: BCCIએ ભારત અને વેસ્ટ ઇન્ડિંઝ વચ્ચે રમાનાર ત્રણ મેચની T-20 ની પ્રથમ અને છેલ્લી મેચના સ્થળમાં ફેરફાર કર્યો છે. જે શ્રેણીની પ્રથમ મેચ 6 ડિસેમ્બરના રોજ હૈદરાબાદ અને છેલ્લી મેચ 11 ડિસેમ્બરના રોજ મુંબઇ ખાતે રમાશે.
જેને લઇને મુંબઇ પોલીસે સુરક્ષા તૈનાત કરવામાં પાછીપાની કરી હતી કારણે કે તે દિવસે લાખોની સંખ્યામાં આંબેડકરના સમર્થક દાદર સ્થિત રહેલ ચૈત્યભૂમિ ખાતે આવતા હોય છે. BCCI ના એક અધિકારીએ જણાવ્યું કે," BCCI મુંબઇ અને હૈદરાબાદમાં રમાનાર મેચના સ્થળમાં ફેરફાર કરવા તૈયાર થઇ ગયુ છે. અમે હૈદરાબાદ ક્રિકેટ સંધના અધ્યક્ષ મોહમ્મદ અઝરુદિનની સહમતિ મળ્યા બાદ આ પગલુ ભર્યુ છે.
મળતી માહિતી મુજબ HCAના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અઝરુદિને આ ફેરફારમાં મહત્વની ભૂમિકા અદા કરી છે, નહીતર આ મેચનું આયોજન મુંબઇ પાસેથી લઇ લેવામાં આવ્યુ હોત.