હૈદરાબાદ: વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેલનું માનવું છે કે, એક ક્રિકેટરને ઘણી રીતે પડકાર આપી વધુ શિખવાનું મળતું હોવાથી ટેસ્ટ ક્રિકેટ 'સર્વશ્રેષ્ઠ' છે. તમારે પાંચ દિવસ સુધી રમવું પડે અને જીતવા માટે તમામ વખતે સખત મહેનત કરવી પડે.
ગેલે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ સાથે વાત કરી હતી. આ શોનું એક ટીઝર મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું હતું. ક્રિસ ગેલે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ સમજાવતા કહ્યું કે, "ટેસ્ટ ક્રિકેટ તમારી ઘણીવાર પરીક્ષા લે છે. દરેક ખેલાડીએ ખાતરી કરવી પડે કે, તમે દરેક બાબતમાં શિસ્તબદ્ધ છો કે નહીં. જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમારે મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે કેવી રીતે સામનો કરવો પડશે. એ ટેસ્ટ ક્રિકેટ જ શિખવે છે અને આ એક અલગ અનુભવ છે."