ગુજરાત

gujarat

ETV Bharat / sports

સચિન તેંડુલકરે 4000 જરૂરિયાતમંદ લોકોને કરી આર્થિક સહાય - બૃહદ-મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન

47 વર્ષિય સચિને સંગઠનના પ્રશંસનીય કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સચિન તેંડુલકરે ટ્વીટ લખ્યું હતું કે, દૈનિક વેતન આધારિત જીવન નિર્વાહ કરતા પરિવારોના સમર્થનમાં ઉમદા પ્રયત્નો બદલ આપની ટીમને શુભેચ્છાઓ.

tendulkar
સચિન તેડુલકર

By

Published : May 9, 2020, 1:00 PM IST

મુંબઈ: દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરે કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન આર્થિક રીતે નબળા રહેવા માટે લગભગ 4000 લોકોને દાન આપ્યું છે.

જેમાં બૃહદ-મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી)ના કર્મચારીઓ બાળકો સામેલ છે. સચિને આ દાન મુંબઈ સ્થિત એક NGOને આપ્યું છે.

સંગઠને આ બાબતે ટ્વિટર પર સચિનનો આભાર માન્યો છે. સંસ્થાએ ટ્વિટર પર લખ્યું કે, આભાર સચિન, ફરી એકવાર તમે સાબિત કર્યું કે, રમત-ગમત કરુણાને પ્રોત્સાહન આપે છે! તમે અમારા કોવિડ-19 ફંડમાં આપેલું દાન બીએમસી સ્કૂલનાં બાળકો સહિત 4000 નબળા લોકોને આર્થિક સહાય કરવામાં મદદ કરશે. લિટલ માસ્ટરનો આભાર.

47 વર્ષીય સચિને સંગઠનના પ્રશંસનીય કાર્ય માટે શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, દૈનિક વેતન આધારિત કામ કરતા પરિવારોના સમર્થનમાં તમારા પ્રયત્નો બદલ ટીમને શુભેચ્છાઓ.

આ અગાઉ સચિને વડા પ્રધાન રાહત ભંડોળ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રાહત નિધિમાં કોવિડ-19ની લડત સામે 25-25 લાખનું યોગદાન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details