નવી દિલ્હીઃ ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે આઇસીસીને સલાહ આપી કે, LBW માટે માગવામાં આવેલા DRSના નિયમોમાં બદલાવ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જો બોલ સ્ટમ્પ પર લાગી રહ્યો છે, તો પછી ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણયની પરવાહ કર્યા વગર બેટ્સમેનને આઉટ આપવામાં આવવો જોઇએ.
સચિન તેંડુલકરે આપી ICCને સલાહ, DRS વિશે કહી આ વાત - DRS વિશે કહી આ વાત
સચિન તેંડુલકરે કહ્યું કે, ICCએ DRS નિયમોમાં ફરી વિચાર કરવાની જરૂર છે.
![સચિન તેંડુલકરે આપી ICCને સલાહ, DRS વિશે કહી આ વાત સચિન તેંડુલકરએ આપી ICCને સલાહ, DRS વિશે કહી આ વાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7997034-399-7997034-1594551900660.jpg)
તેની સાથે સચિને આઇસીસી પાસે એલબીડબલ્યું મામલામાં અમ્પાયર કોલના નિયમને દૂર કરવા પર કહેવામાં આવ્યું છે. હાલ એલબીડબલ્યૂ માટે ડીઆરએસમાં જે નિયમ છે, તેના મુજબ જો અમ્પાયરએ બેટ્સમેનને આઉટ આપ્યો નથી અને વિરોધી ટીમએ તેના પર ડીઆરએસ માગ્યો છે, તો અમ્પાયરનો નિર્ણય ત્યારેજ બદવામાં આવી શકે છે. જ્યારે ઓછામાં ઓછો 50 ટકાથી પણ વધારે ભાગ સ્ટમ્પને ટચ થઇ રહ્યો છે, અને તેમ ન હોય તો નિર્ણય અમ્પાયર કોલ પર રહેવો જોઇએ.
સચિનએ એક વીડિયો ટ્વિટ કરી લખ્યુંઃ જો બોલ સ્ટમ્પ પર લાગી રહ્યો છે તો તે માયને ન રાખવો જોઇએ કે બોલ સ્ટમ્પ પર 50 ટકા કે તેનાથી ઓછો ટચ થઇ રહ્યો છે. જો ડીઆરએસ જણાવી રહ્યો હોય કે બોલ સ્ટમ્પને ટચ કરી રહ્યો છે તો તેને આઉટ જ આપવામાં આવવો જોઇએ.