- સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી અપાઈ રજા
- ઘરમાં રહેશે આઈસોલેટ
- 27 માર્ચના રોજ થયાં હતા કોરોનાથી સંક્રમિત
મુંબઇ: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હવે તેઓ ઘરે આઈસોલેશન પર રહેશે.
તેંડુલકરે ડૉકટરોનો આભાર વ્યક્ત કર્યો
તેંડુલકરે કહ્યું કે, "હું એવા તમામ તબીબી કાર્યકરોનો આભાર માનું છું જેમણે મારી સારી સંભાળ લીધી અને આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી સતત કાર્ય કરી રહ્યા છે"
આ પણ વાંચો: વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઝપેટમાં
સચિને ટ્વિટર દ્વારા કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી
આ સાથે, તેંડુલકરે ટ્વિટ કરી કર્યું હતું કે, "મે કોવિડનું પરીક્ષણ કરાવ્યું છે અને હું કોવિડની વિરુદ્ધ તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો હતો, પરંતુ આજે મારો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને ખૂબ જ હળવા કોરોના લક્ષણો છે. મારા ઘરના બધા લોકો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે."
થોડા દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરમાં જ થયા હતા ક્વોરન્ટાઈન
સચિન તેંડુલકરને શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તબીબોની સલાહને આધારે આજે(શુક્રવારે) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ જ તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: એક અઠવાડિયા અગાઉ કોરોના સંક્રમિત થયેલા સચિન તેંડુલકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ટ્વિટ કરીને આપી માહિતી
સચિન તેંડુલકરે ટ્વિટના માધ્યમથી જાણકારી આપી હતી કે, "આપ સૌની પ્રાર્થનાઓ બદલ આભાર. તબીબોની સલાહને આધારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા છે, હું થોડા જ દિવસોમાં ઘરે પાછો ફરીશ. તમે તમારૂ અને આસપાસના તમામ લોકોનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. આપણી વિશ્વકપ જીતની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ."
પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ
આ અગાઉ જ્યારે સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમણે ટ્વિટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, "મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તકેદારીના તમામ પગલાઓ લીધા હોવા છતા મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો ખૂબ જ ઓછા છે. મારા ઘરના તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે."