આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “અમારી પાસે નિશ્ચિત રૂપથી વર્લ્ડ કપ ઘરે લાવવાની છે. મને લાગે છે કે, અમારા સિવાય પણ અન્ય ટીમો મજબૂત છે.”
ઈંગ્લેન્ડમાં રમાશે વર્લ્ડ કપ, પાકિસ્તાન પર રહેશે નજરઃ કુલદીપ
કોલકાતાઃ વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવે કબૂલ્યું કે, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાની ટીમમાં અમુક એવા પણ ખેલાડીઓ છે, જેમનાથી અન્ય ટીમોએ બચીને રહેવાની જરૂર છે.
કુલદીપ યાદવ
કુલદીપે જણાવ્યું કે, “અન્ય ટીમોની તુલનામાં ઈંગ્લેન્ડ પાસે એક મજબૂત બેટિંગ લાઈનઅપ છે અને તેઓ ઘરેલૂ પરિસ્થિતિઓમાં રમી રહ્યા હશે. હું સમજું છું કે, પાકિસ્તાન જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તેને જોઈને તેઓ વિશ્વ કપમાં પણ સારૂં પ્રદર્શન કરવા માંગશે.” ભારતને વિશ્વ કપ અગાઉ પોતાની અંતિમ સિરિઝમાં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.