T-20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માને T-20માં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુર પર કમિટિએ વિશ્વાસ મુક્યો છે. સંજૂ સેમસન અને શિવમ દુબેને પ્રથમવાર તક આપવામાં આવી છે.
ટેસ્ટ ટીમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. દક્ષિણ આફ્રિકાને હરાવનારી ટેસ્ટ ટીમને રીટેન કરવામાં આવે છે. ટેસ્ટ સીરિઝ માટે વિરાટ કોહલી કેપ્ટન તરીકે યથાવત રહેશે. સહાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ ક્રિકટે બોર્ડ (BCB)એ ખેલાડીઓની બધી માગ માની લીધી છે. જે બાદ ખેલાડીઓએ હડતાળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
મેચ શિડ્યુઅલ
3 નવેમ્બર- પ્રથમ T20 મેચ
7 નવેમ્બર- બીજી T20 મેચ
10 નવેમ્બર- ત્રીજી T20 મેચ
14 નવેમ્બર પ્રથમ ટેસ્ટ મેચ
22 નવેમ્બર બીજી ટેસ્ટ મેચ
ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, શાહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.
T 20 સીરિઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાન્ડે, રિષભ પંત (વિકેટકિપર), વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દૂબે અને શાર્દુલ ઠાકુર.