ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોસ ટેલર બન્યા ન્યૂઝિલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર, ત્રીજી વખત જીત્યો રિચર્ડ હૈડલીનો મેડલ - ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર

ટેલરે ત્રણ દિવસ સુધી ચાલેલા આભાસી પુરસ્કાર સમારોહના સમાપન બાદ પત્રકારોને કહ્યું કે, આ સત્ર ઉતાર-ચડાવ વાળું રહ્યું. વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવું અને પછી તેને ગુમાવવું. બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો ભાગ બનવું અને ન્યૂઝિલેન્ડના સમર્થકોના અપાર સમર્થનને હું ક્યારેય નહીં ભુલી શકું.

ETV BHARAT
રોસ ટેલર બન્યા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર, ત્રીજી વખત જીત્યો રિચર્ડ હૈડલીનો મેડલ

By

Published : May 1, 2020, 1:40 PM IST

વેલિંગટનઃ અનુભવી બેટ્સમેન રોસ ટેલરને શુક્રવારે ન્યૂઝીલેન્ડના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે ત્રણેય ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન બદલ ત્રીજી વખત રિચર્ડ હૈડલી મેડલ મેળવ્યો છે.

ટેલર આ સત્રમાં સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખીને ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. એટલું જ નહીં તે ત્રણેય ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા દુનિયાના પ્રથમ ક્રિકેટર પણ બની ગયા છે.

તેમણે ગત સત્રમાં તમામ ફોર્મેટમાં 1389 રન બનાવ્યા અને જુલાઈમાં ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.

ટેલરે ત્રણ દિવસ સુધી ચાલેલા આભાસી પુરસ્કાર સમારોહના સમાપન બાદ પત્રકારોને કહ્યું કે, આ સત્ર ઉતાર-ચડાવ વાળું રહ્યું. વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવું અને પછી તેને ગુમાવવું. બાક્સિંગ ડે ટેસ્ટ મેચનો ભાગ બનવું અને ન્યૂઝીલેન્ડના સમર્થકોના અપાર સમર્થનને હું ક્યારેય નહીં ભુલી શકું.

ન્યૂઝીલેન્ડના ક્રિકેટર હૈડલીએ ટેલરને આ ઉપલબ્ધિ માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું કે, હું તમને 2006થી રમતા જોઈ રહ્યો છું. તમે જ્યારે પ્રથમ વન ડે અને પછી ટેસ્ટ મેચ રમ્યા હતા, ત્યારે હું પસંદગી સમિતિનો ભાગ હતો.

ABOUT THE AUTHOR

...view details