ગુજરાત

gujarat

ETV Bharat / sports

બે ભારતીય બોલરોનું 59 વિકેટ લેવું એ જ દર્શાવે છે કે કેટલી અઘરી હતી આ સિરીઝઃ ઈંગ્લેન્ડના કોચ - ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને ધૂળ ચટાવી હતી. જોકે, ઈંગ્લેન્ડ હજી પણ આ હાલના આઘાતમાંથી બહાર નથી આવ્યું. ઈંગ્લેન્ડની ટીમના કોચ ક્રિસ સિલ્વરહુડે કહ્યું કે, ચાર મેચમાં 59 વિકેટ લેવી એ જ દર્શાવે છે કે આ કેટલું અઘરું હતું. ભારતે અમારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી હતી. પહેલી ઈનિંગમાં રન બનાવવું ખૂબ જ અઘરું થઈ ગયું હતું, પરંતુ ભારતે અમારા બેટ્સમેનને ખૂબ હેરાન કરી મુક્યા હતા.

બે ભારતીય બોલરોનું 59 વિકેટ લેવું એ જ દર્શાવે છે કે કેટલી અઘરી હતી આ સિરીઝઃ ઈંગ્લેન્ડના કોચ
બે ભારતીય બોલરોનું 59 વિકેટ લેવું એ જ દર્શાવે છે કે કેટલી અઘરી હતી આ સિરીઝઃ ઈંગ્લેન્ડના કોચ

By

Published : Mar 8, 2021, 9:55 AM IST

  • ભારતે ઈંગ્લેન્ડના બેટ્સમેનને હેરાન કરી મૂક્યાઃ ઈંગ્લેન્ડના કોચ
  • ચાર મેચમાં 59 વિકેટ લઈ ભારતે ઈંગ્લેન્ડો છોડાવ્યો પસીનો
  • ભારતે ઈંગ્લેન્ડને હરાવી સિરીઝ 3-1થી જીતી લીધી

આ પણ વાંચોઃIPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ

અમદાવાદઃ ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે સ્વીકાર્યું કે, રવિચન્દ્રન અશ્વિન અને અક્ષર પટેલે ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી દીધી હતી, જેના કારણે બંને બોલર 59 વિકેટ લઈ શક્યા. ભારતે ઈંગ્લેન્ડને હરાવી સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. આના કારણે ઈંગ્લેન્ડને આ હાર ઘણા દિવસ સુધી હેરાન કરશે.

આ પણ વાંચોઃરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021: થરંગાની અડધી સદીથી શ્રીલંકા લિજેન્ડ્સે જીતી મેચ

હારથી શિખામણ લઈ ટીમને મજબૂત બનાવીશુંઃ સિલ્વરવુડ

ઈંગ્લેન્ડે ચેન્નઈની પિચ પર જીત મેળવી શરૂઆત કરી હતી, પરંતુ ટર્નિંગ પિચ પર મહેમાન ટીમ અશ્વિન (32 વિકેટ) અને અક્ષર (27 વિકેટ)માં જ સમેટાઈ ગઈ હતી. સિલ્વરવુડે બ્રિટિશ મીડિયામાં જણાવ્યું હતું કે, ચાર મેચમાં ભારતે 59 વિકેટ લીધી, જેના કારણે અમે હાર્યા. આ હારથી શિખામણ લઈને ટીમને આગામી સમયમાં વધુ મજબૂત બનાવીશું.

ABOUT THE AUTHOR

...view details