સચિને તે વેઈટરને શોધવા માટે બધા જ ઈન્ટરનેટ યૂઝર્સને અપીલ કરી હતી. સચિન તે યૂઝરને મળવા માંગે છે જેની સલાહથી તેને મદદ મળી હતી. તે જ પ્રયાસમાં તાજ હોટલે તે વેઈટરને શોધી કાઢ્યો અને સચિનના ટ્વિટ પર રિપ્લાઈ કરી વેઈટરના મળ્યાની માહિતી આપી હતી.
સચિન શોધી રહ્યો હતો આ વેઇટરને..! તાજ હોટલે શોધી કાઢ્યો, જુઓ Tweet - સચિનને સલાહ આપનાર વેઈટરને શોધી કાઢતી તાજ હોટેલ...
હૈદરાબાદ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે હાલમાં જ ટ્વિટર પર એક ટ્વિટ કરીને બધા જ ભારતીયોને એક વ્યક્તિને શોઘવાની અપીલ કરી હતી, જેણે તેમની જિંદગી બદલી નાખી છે. ઉલ્લેખનીય છે કે, સચિને તેમનો જૂનો કિસ્સો શેર કરતા એક વેઈટરને યાદ કર્યો જેમણે સચિનને તેમની બેટિંગ સ્ટાઈલ અને એલબો ગાર્ડને લઈને સલાહ આપી હતી. જેમાં બદલાવ કરીને સચિનને પોતાની સમસ્યાનો ઉપાય મળી ગયો હતો.
sachin tendulkar
તાજે ટ્વિટ શેર કરી કહ્યું કે, 'ધન્યવાદ શ્રીમાન તેંડુલકર જેમને અમારા સાથીની સલાહ યાદ રહી અને તમે તેને ટ્વિટર પર શેર કર્યું તે ચેન્નઈમાં થયું હતું. અમને અમારા સાથી પર ગર્વ છે જે આ રીતે તમારી મદદ આવ્યા. અમે તેમને શોધી લીધો છે તેમજ તેમને મળાવીને અમને આનંદ થશે.' જો કે તાજ હોટલ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ પર સચીને કોઈ જવાબ આપ્યો નથી.