મેલબર્ન: કોરોના વાયરસના પ્રકોપી વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટસને આશા છે કે, આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં આયોજીત T-20 વિશ્વકપ નક્કી કરેલા સમય પર જ યોજાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, T20 વિશ્વ કપ નિર્ધારિત કાર્યક્રમ પર થશે - ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટસે જણાવ્યું કે,આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજીત T-20 વિશ્વકપ નિર્ધારિત કાર્યક્રમ પર યોજાશે.
રોબટર્સે કહ્યું કે, અમને આશા છે કે, તમામ રમત આવતા માસ સુધી શરૂ થઇ જશે. અમને આશા છે કે, ઓક્ટોબર-નવેમ્બર સુધી પરિસ્થિતીઓ સામાન્ય થઇ જશે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા માસમાં જ મહિલા T-20 વિશ્વકપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતો. કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટની તમામ ગતિવિધિઓને આવતા આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેન રિચડર્સને કહ્યું કે, તેમના દેશના અન્ય ખેલાડીઓને IPL પર આગલા આદેશ સુધી રાહ જોવાના આદેશ આપ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી બની ગયો છે. જેથી 29 માર્ચથી શરૂ થનારી IPL સીઝન-13 હવે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.