ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોવિડ-19 વચ્ચે ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ 2020 રમવો મુશ્કેલ: BCCI - CA

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા(BCCI)ને લાગે છે કે, કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ યોજવો અયોગ્ય છે.

T20 WORLD CUP 2020
ટી20 વર્લ્ડ કપ 2020

By

Published : Apr 28, 2020, 8:51 AM IST

નવી દિલ્હી: BCCIનું માનવું છે કે, કોરોના વાઈરસ અને તેની અસરને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં વર્લ્ડ કપ યોજવાનું શક્ય નથી. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે જ વર્લ્ડ કપ રમવાનું શક્ય બનશે.

ટી20 વર્લ્ડ કપ 2020

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ગુરૂવારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી, પરંતુ આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપના આયોજન અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા(BCCI)ને લાગે છે કે, કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ યોજવો અયોગ્ય છે.

BCCI અધિકારીએ જણાવ્યું કે, ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ યોજવો મુશ્કેલ છે, આ સમયે આટલા લોકોને એકઠા કરવા વિશે વિચારવું પણ મુશ્કેલ છે. આ સમયે તમને ખબર નથી કે, વિદેશ મુસાફરી કેટલી સલામત રહેશે. એકવાર ટ્રાફિક ખુલશે ત્યારબાદ આ અંગે સમીક્ષા કરવામાં આવશે.

BCCI અધિકારીએ વર્લ્ડ કપ નિહાળવા આવેલા લોકોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, શું ICC અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA) આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ લોકોના જીવનની ખાતરી આપી શકે છે. આટલી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા લોકો માટે CA અને ICC જવાબદારી લેશે. આ પછી સરકાર વાત કરવા આવે છે. શું ઓસ્ટ્રેલિયન સરકાર આ જોખમ લઈ શકે છે? જો એમ હોય તો મંજૂરીની સમયરેખા શું છે? શું આ બાબત અન્ય બોર્ડ માટે યોગ્ય રહેશે? શું અન્ય દેશોની સરકારો તેમની ટીમોને વર્લ્ડ કપ રમવા જવા દેશે?

BCCI અધિકારીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો જે ચાહકોની સલામતી સાથે જોડાયેલો છે. BCCI અધિકારીઅએ આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, દરેક વ્યક્તિ જે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, શું ચાહકો સ્ટેડિયમ આવશે? શું 10 સીટમાંથી એક સીટ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને વહેંચવામાં આવશે?

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા

ICCની બેઠક બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)ના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટ્સે જણાવ્યું હતું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA), ICC, સ્થાનિક ઓર્ગેનાઇઝિંગ કમિટી અને ઓસ્ટ્રેલિયન સરકાર સાથે મળીને ટી ​​20 વર્લ્ડ કપને ગોઠવવા માટે શું જરૂરી હશે એ બાબતે કામ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details