ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતીય ક્રિકેટ રસિયાઓ માટે આગામી વર્ષ ટી-20 વર્લ્ડ કપ માટે દેશમાં ફરવા આવે તેવો આગ્રહ કર્યો હતો. જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ કહ્યું હતુ કે, સ્કૉટ મૉરિસન વ્યક્તિગત રીતે આમંત્રણ આપી રહ્યા છે અને તેના માટે ઘણા બધા લોકો પ્રવાસે જશે.
ટી-20 વિશ્વકપ માટે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતીયોને આપ્યું આમંત્રણ, PM મોદીએ આપ્યો જવાબ - ટી-20 વિશ્વકપ
હૈદરાબાદઃ ઑસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસને આવતા વર્ષે પોતાના દેશમાં યોજાનારા ટી-20 વિશ્વકપ માટે ભારતીય ફેન્સને આમંત્રણ આપ્યું છે. મોરિસને કહ્યુ કે ઑસ્ટ્રેલિયા ટુરીઝમ પાસે એક આકર્ષક જાહેરાત છે, જે ભારતીય ક્રિકેટના ફેન્સને અહિંયા આવવા માટે પ્રોત્સાહિત કરશે.
ટી20 વિશ્વકપ માટે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનએ ભારતીયોને આપ્યું આમંત્રણ
મોરિસનએ ટ્વિટ કર્યું હતુ કે, ગઈકાલની મેચ જોયા બાદ ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે ટી-20 વર્લ્ડ કપ હોસ્ટિંગ કરવા માટે ઉત્સાહિત છે. ઑસ્ટ્રેલિયાના પ્રવાસન વિભાગ પાસે એક એડ છે, જે ભારતીય ક્રિકેટ ફેન્સને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે. તમે શુ વિચારો છે નરેન્દ્ર મોદી?
તેના જવાબમાં મોદીએ કહ્યું હતુ કે જ્યારે તેમને સારા મિત્રને વ્યક્તિગત આમંત્રણ મોકલ્યું છે તો તેમને પુરો વિશ્વાસ છે કે પ્રવાસીયો અને ક્રિકેટ પ્રેમીઓ ઑસ્ટ્રેલિયા ફરવા માટે આવશે.