ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોનીના કોચ કેશવ બેનર્જીએ કહ્યું- સુશાંત મને હંમેશા કહેતો, દાદા મને હેલિકોપ્ટર શૉટ શીખવાડો - સાનિયા મિર્ઝા

ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીએ કહ્યું કે, 'મને યાદ છે જ્યારે સુશાંત રાંચી આવ્યો હતો, ત્યારે અમે લાંબી ચર્ચા કરી. મારી સાથે માહીના મિત્રો હતા. સુશાંત હંમેશા મને કહેતા હતો કે, દાદા મને ધોનીનો હેલિકોપ્ટર શૉટ શીખવાડો.

Sushant asked me to help him with helicopter shot: Dhoni's coach
ધોનીના કોચ કેશવ બેનર્જીએ કહ્યું- સુશાંત મને હંમેશા કહેતો, દાદા મને હેલિકોપ્ટર શૉટ શીખવાડો

By

Published : Jun 14, 2020, 9:42 PM IST

કોલકાતા: ભારતને બે વખત વિશ્વ વિજેતા બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરની ફિલ્મમાં ધોનીની ભૂમિકા ભજવનારા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંતે ધોનીની ફિલ્મમાં ધોનીની જેમ બનવા માટે ખૂબ મહેનત કરી હતી અને આ માટે તે ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જી પાસે પણ ગયો હતો. જેથી તે ભારતીય કેપ્ટનના પ્રખ્યાત હેલિકોપ્ટર શોટ મારવાાનું શીખી શકે.

સુશાંત મને હંમેશા કહેતો, દાદા મને હેલિકોપ્ટર શૉટ શીખવાડો

ફિલ્મમાં આવી ઘણી વસ્તુઓ હતી, જે સુશાંતે ધોનીની જેમ કરી હતી અને હેલિકોપ્ટર શોટ તેમાંથી એક હતો. આ ફિલ્મમાં બેનર્જીની ભૂમિકા પીઢ અભિનેતા રાજેશ શર્મા ભજવી હતી. બેનર્જીએ એક સમાચાર એજન્સીને કહ્યું કે, સુશાંત ખૂબ સારો વ્યક્તિ હતો અને તેણે ફિલ્મ માટે હેલિકોપ્ટર શોટ અને ધોનીની પદ્ધતિઓ શીખવા માટે મારી પાસે આવ્યો હતો.

સુશાંત મને હંમેશા કહેતો, દાદા મને હેલિકોપ્ટર શૉટ શીખવાડો

કોચ બેનર્જીએ કહ્યું કે, સુશાંત ખૂબ જ સારો વ્યક્તિ હતો. ખૂબ જ સારા વર્તન કરતો હતો. આજે મેં ન્યૂઝ ચેનલ પર સુશાંતની આત્મહત્યા વિશે જોયું, હું આ સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. મને યાદ છે જ્યારે એ રાંચી આવ્યો હતો. અમે લાંબી ચર્ચા કરી હતી. તે હંમેશા મને કહેતો દાદા, મને ધોનીનો હેલિકોપ્ટર શોટ શીખવવો પડશે.

કોચે કહ્યું કે, સુશાંત મને પૂછતો કે માહી કેવી રીતે રમે છે, તેના ચહેરાના હાવભાવ શું છે. એ કહો. સુશાંતમાં અભિનય પ્રત્યે એકતરફી સમર્પણ હતું. જેથી જ વસ્તુઓ એટલી સારી રીતે થઈ. આજે મારી પાસે સુશાંતની ફક્ત યાદો છે. મને ખૂબ આઘાત લાગ્યો છે.

સુશાંતે 34 વર્ષની વયે મુંબઇમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેના ઘરે કામ કરતા લોકોએ પોલીસને જાણ કરી હતી. સુશાંતની આત્મહત્યાથી રમત-ગમતની દુનિયામાં પણ શોક છે. કેપ્ટન વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, અનિલ કુંબલે, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details