ગુજરાત

gujarat

ETV Bharat / sports

રિષભ પંત કેપ્ટન તરીકે સારી ભૂમિકા નિભાવશે: સુરેશ રૈના - રિષભ પંત દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન

દિલ્હી કેપિટલ્સે IPLની આગામી સિઝન માટે પંતને ટીમના કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. પંત તાજેતરમાં સમાપ્ત થયેલી ભારત-ઇંગ્લેન્ડ વનડે શ્રેણી દરમિયાન ડાબા ખભામાં ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત થયેલા શ્રેયસ ઐયરનું સ્થાન લેશે.

રિષભ પંત સારો કેપ્ટન તરીકે સારી ભૂમિકા નિભાવશે
રિષભ પંત સારો કેપ્ટન તરીકે સારી ભૂમિકા નિભાવશે

By

Published : Mar 31, 2021, 12:42 PM IST

Updated : Mar 31, 2021, 3:39 PM IST

  • શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતા રિષભ પંત તેનું સ્થાન લેશે
  • ઐયરને ભારત-ઇંગ્લેન્ડ વનડે શ્રેણીમાં ડાબા ખભે ઇજા પહોંચી હતી
  • દિલ્હી કેપિટલ્સ 10 એપ્રિલે CSK સામે IPLની પ્રથમ મેચ રમશે

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનું માનવું છે કે, વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન તરીકે ખૂબ સારી ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચો:IPL 2021: જોસ બટલર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં શામેલ

શ્રેયસ ઐયરને ડાબા ખભે ગંભીર ઈજાઓ

દિલ્હી કેપિટિલ્સે IPLની આગામી સિઝન માટે પંતને ટીમના સુકાની તરીકે નિયુક્ત કર્યા છે. વિકેટકીપર- બેટ્સમેન ટૂર્નામેન્ટની 14મી આવૃત્તિ માટે સુકાની પદ સંભાળશે. પંત તાજેતરમાં સમાપ્ત થયેલી ભારત-ઇંગ્લેન્ડ વનડે શ્રેણી દરમિયાન ડાબા ખભામાં ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત થયેલા શ્રેયસ ઐયરનું સ્થાન લેશે.

રૈનાએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)માંથી રમનારા સુરેશ રૈનાએ રિષભ પંતને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રૈનાએ ટ્વિટ કરીને કહ્યું કે, "IPLની આ સિઝનમાં રિષભ પંતને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું ચોક્કસ છું કે, તે ખૂબ જ સારી રીતે કેપ્ટન તરીકે પોતાની ફરજ નિભાવશે."

આ પણ વાંચો:સુનીલ ગાવસ્કરે 'સોફ્ટ સિગ્નલ' અંગે પોતાનો મત વ્યક્ત કર્યો

આ ટીમની કપ્તાની કરવી એ મારુ સ્વપ્ન હતું

પોતાની આ નવી ભૂમિકા અંગે રિષભ પંતે એક નિવેદનમાં કહ્યું હતું કે, "હું દિલ્હીમાં ઉછર્યો છું અને અહીંથી મારી IPLની સફર 6 વર્ષ પહેલા શરૂ થઈ હતી. આ ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે સ્વપ્ન સમાન હતું અને આજે તે સ્વપ્ન સાચું થયું છે. હું ટીમના માલિકો, તમામ કોચ અને સદાય મદદ કરનારા મારા સિનિયર્સનો ખૂબ ખબ આભારી છું. હું ટીમ માટે મારો સર્વશ્રેષ્ઠ દેખાવ આપવા તૈયાર છું." દિલ્હી કેપિટલ્સ 10 એપ્રિલના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે IPL 2021ની પોતાની પ્રથમ મેચ રમશે.

Last Updated : Mar 31, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details