ગુજરાત

gujarat

ETV Bharat / sports

બીજી વખત પિતા બન્યો સુરેશ રૈના, શેર કર્યો ફોટો - gujaratisportsnews

ટીમ ઈન્ડિયાના ખેલાડી સુરેશ રૈનાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, તે બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો છે જેનું નામ રિયો રાખવામાં આવ્યું છે.

etv bharat
etv bharat

By

Published : Mar 23, 2020, 8:22 PM IST

નવી દિલ્હી: ભારતીય બેટસ્મેન સુરેશ રૈના બીજી વખત પિતા બન્યો છે. આજે તેમના ઘરે એક નવું મહેમાન આવ્યું છે. તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. રૈનાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સુરેશ રૈનાએ તેના પુત્રનો ફોટો શેર કરી કૈપ્શનમાં લખ્યું છે કે, આશા, સંભાવનાઓ અને એક સુંદર દુનિયા સહિત બધી જ વસ્તુઓની શરુઆત, ગ્રેસિયાનો નાનો ભાઈ અને અમારો પુત્ર રિયો રૈનાનું સ્વાગત કરતા અમને ગર્વ છે. રૈનાની પુત્રીનો જન્મ મે 2016માં થયો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પિતા બનવા પર રૈનાને શુભકામના આપી છે. રૈના આઈપીએલમાં ચૈન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. ચૈન્નઈ સુપર કિંગ્સ ટીમે પણ ફોટો શેર કરી લખ્યું કે, હેલ્લો રિયો.

ABOUT THE AUTHOR

...view details