નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મહિલા T-20 વિશ્વકપની ફાઈનલમાં ભારતનો પરાજય થયા બાદ કહ્યું કે, વિશ્વકપમાં ટીમના પ્રદર્શન પર દેશને ગર્વ છે. ગાવસ્કરે મીડિયાને કહ્યું કે, ભારતની શરુઆત વિશ્વકપમાં શાનદાર રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી ટ્રોફી છેનવી લીધી, પરંતુ પરાજય કોઇ શરમની વાત નથી. કારણ કે ભારતે વિશ્વકપમાં સારુ પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમની પ્રશંસા કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, આ રમત છે, જેમાં કોઈની જીત તો કોઇની હાર થાય, પરંતુ ટૂર્નામેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને લોકોના દિલ જીતી લીધા છે.
સુનીલ ગાવસ્કરે મહિલા ટીમની કરી પ્રશંસા, કહ્યું- 'ટીમના પ્રદર્શન પર દેશને ગર્વ' - નવી દિલ્હી ન્યૂઝ
પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રશંસા કરી છે. ગાવસ્કરે દેશમાં મહિલા ક્રિકેટર્સ માટે IPL શરૂ કરવાની વાત કરી છે.
![સુનીલ ગાવસ્કરે મહિલા ટીમની કરી પ્રશંસા, કહ્યું- 'ટીમના પ્રદર્શન પર દેશને ગર્વ' Sunil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6357197-thumbnail-3x2-gav.jpg)
સુનીલ
ગાવસ્કર કહ્યું કે, BCCI મહિલા ક્રિકેટ પર વિશેષ ધ્યાન આપે છે. જેથી મહિલા ક્રિકેટમાં સુધારો થયો છે. વિશ્વકપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી, ત્યારે ભારતે ત્રણ મેચની સીરિઝ ગુમાવી હતી. ગાવસ્કરે કહ્યું કે, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતનું ઉદાહરણ આપ્યું છે. જેમણે બિગ બેશ લીગ રમાવાનો ઘણો ફાયદો થયો છે. IPLથી ભારતીય પુરુષ ક્રિકેટર્સનો ઘણો ફાયદો થયો છે.