ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્લ્ડ કપ 2011: સચિન-સેહવાગનો ઘટસ્ફોટ, કોહલી બાદ ધોનીને મોકલવાની યોજના અમે બનાવી હતી - ક્રિકેટ વર્લ્ડકપ-2011ની ફાઈનલ

વર્લ્ડ કપને લઇને સચિન તેંડુલકરે મોટો ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે, શ્રીલંકાની ટીમ બે ઉત્તમ ઓફ સ્પિનર્સ સાથે બોલિંગ કરી રહી છે અને જેથી બેટિંગમાં રાઈટ-લેફ્ટનું સંયોજન જાળવવા માટે કોહલીના આઉટ થયાં બાદ ધોનીને મોકલવામાં આવ્યો. કેમ કે પહેલાથી ગૌતમ સારૂ રમી જ રહ્યો હતો. આ પ્લાન મારો અને સહેવાગનો હતો.

suggested-dhoni-to-promote-himself-during-2011-world-cup-final-sachin-tendulkar
સચિન-સેહવાગનો ઘટસ્ફોટ, કોહલી બાદ ધોનીને મોકલવાની યોજના અમે બનાવી હતી

By

Published : Apr 5, 2020, 3:28 PM IST

હૈદરાબાદ: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ખુલાસો કર્યો છે કે, મેં જ ક્રિકેટ વર્લ્ડકપ-2011ની ફાઈનલમાં યુવરાજ સિંહની આગળ તત્કાલીન ભારતીય કેપ્ટન એમએસ ધોનીને બેટિંગ માટે મોકલવાની યોજના બનાવી હતી. જેથી શ્રીલંકા સામે રમાઈ રહેલી અંતિમ મેચમાં જમણા અને ડાબા હાથની બેટિંગનું સંયોજન રહે.

એક મોટી ચેનલના કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડકપની ઘટનાઓ વિશે જણાવ્યું હતું. જ્યારે વિરાટ કોહલી આઉટ થયા બાદ ધોનીને મેદાન પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. તેંડુલકરે કહ્યું કે, ગૌતમ ગંભીર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તે સમયે ધોની સ્ટ્રાઇકને સારી રીતે ફેરવી શકે છે. તેંડુલકરે કહ્યું કે, "મેં વિરુને કહ્યું ફક્ત ઓવરની વચ્ચે જ જઇને ધોની સાથે વાત કરો અને આગલી ઓવર શરૂ થાય તે પહેલાં જ પાછા આવો." હું અહીંથી ખસીશ નહીં.

સચિન-સેહવાગનો ઘટસ્ફોટ, કોહલી બાદ ધોનીને મોકલવાની યોજના અમે બનાવી હતી

તેંડુલકરે પહેલેથી જ સેહવાગને કહ્યું હતું કે, ડ્રેસિંગ રૂમમાં ન બેસો અને બાલ્કનીની બહાર જાઓ. જ્યારે બંને જલ્દીથી ફાઇનલમાં મેચમાં પેવેલિયન પરત ફર્યા હતા. બહાર નીકળ્યા પછી હું ડ્રેસિંગ રૂમમાં આવ્યો અને મારી સીટ પર બેઠો. 'ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ દરમિયાન અમારી ભાગીદારી (સચિન-સેહવાગ) સારી રહી હતી. હું ડ્રેસિંગ રૂમમાં પાછો ગયો અને ટેબલ પર સૂઈ ગયો. વીરુ મારી બાજુમાં હતો. અમે તે જગ્યા છોડી નહોતી. આ વખતે પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વીરુ મારી પાસે આવીને બેસ્યો હતો.''

બીજી તરફ સહેવાગે કહ્યું કે, સચિન સાથેની વાત પૂરી થતાંની સાથે જ, ધોની ખુદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો. મેં ધોનીને આ વ્યૂહરચના ધ્યાનમાં લેવા કહ્યું. તે પછી ગેરી કિર્સ્ટન ગયો હતો. ગેરી પાછો આવી અને અમે ચાર જણા એક સાથે વાત કરી હતી. જે બાદ બધા સંમત થયા હતા અને ધોની બેટિંગ કરવા બહાર આવ્યો હતો.

આ ફાઈનલ મેચ જીતવામાં આ પગલું ભારતની મોટી ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. ગંભીર સદી માટે ત્રણ ન બનાવી શક્યો. જો કે, આખી મેચમાં ગંભારનું સારું પ્રદર્શન રહ્યું, ત્યાર બાદ ધોની એક છેડે રહ્યો અને યુવરાજે તેનો સાથ આપ્યો. આ જોડીએ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. ધોનીએ 79 બોલમાં 91 રનની અણનમ ઇનિંગ રમી હતી. એથી અંતે ભારતની જીત થઈ.

ABOUT THE AUTHOR

...view details