ઓસ્ટ્રેલિયાએ પ્રથન ઈનિગમાં 179 રન બનાવ્યા હતા. અને ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિગમાં 97 રન સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાને 112 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિગમાં 246 રન બનાવીને ઇંગ્લેન્ડેની સામે 359 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ ઇંગ્લેન્ડ બની છે.
ઇંગ્લેન્ડે રોમાચંક મેચમાં ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હારાવ્યું, સ્ટોક્સની શાનદાર સદી - ઇંગ્લેન્ડ
લીડ્સ: ઇંગ્લેન્ડે હેડિંગ્લે મેદાન પર રમાયેલી એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટમાં ચૌથા દિવસે રવિવારે ઓસ્ટેલિયાને રોમાચંક મેચમાં એક વિકેટે હરાવ્યું છે. ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ ઇંગ્લેન્ડ બની છે.
ઇંગ્લેન્ડે આ લક્ષ્ય 9 વિકેટે હાસિલ કરી લીધું છે. મેજબાન ઇંગલેન્ડનો જીતનો હીરો રહેલા બેન સ્ટોક્સે 219 બોલમાં 135 રનની અણનમ પારી રમી છે. સ્ટોક્સે પોતાના કરિયરની 8મી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડે એક સમયે 286 રને પોતાની 9 વિકેટ ગુમાવી હતી અને મેચ જીતવા માટે 73 રનની જરૂર હતી. જ્યારે ઇંગલેન્ડની 1 વિકેટ બાકી હતી.
સ્ટોક્સે 10મી વિકેટ જૈક લીચની સાથે 73 રનની મેચ જીતાઉ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા એશિઝમાં હરાવી દીધું છે. આ જીતની બાદ ઇંગ્લેન્ડે 5 મેચની એશિઝ ટેસ્ટ સિરિઝમાં 1 1ની બરાબરી કરી લીધી છે. સિરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 251 રનોથી જીતી લીધી હતી. જ્યારે બીજી મેચ ડ્રો થઈ હતી.